બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / આરોગ્ય / અજબ ગજબ / છીંક આવે ત્યારે લોકો શા માટે કહે છે God Bless You? જાણો તેની પાછળનું ખાસ કારણ

રસપ્રદ તથ્યો / છીંક આવે ત્યારે લોકો શા માટે કહે છે God Bless You? જાણો તેની પાછળનું ખાસ કારણ

Last Updated: 10:53 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છીંક આવવી એ બીમારીનું લક્ષણ માનવામાં આવતું હતું. તેથી વ્યક્તિને બચાવવા ભગવાનને પ્રાર્થના કરતા

Interesting Facts: આપણને તબીયત બગડે ત્યારે શરદી કે ઉધરસ આવે છે, ત્યારે છીંકો ખાઇ ખાઇને આપણી હાલત ખરાબ થઇ જાય છે. જો કે છીંક આવવી એ માત્ર શારીરિક પ્રતિક્રિયા છે, જે નાક અથવા ગળામાં બળતરાને કારણે થાય છે. પરંતુ તમે ક્યારેક-ક્યારેક નોંધ્યું હશે કે જ્યારે તમને છીંક આવે છે ત્યારે તમારી નજીક બેઠેલા લોકો "ગોડ બ્લેસ યુ" કહે છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે લોકો આવું કેમ કહે છે અને તેની પાછળનું કારણ શું છે? ચાલો આજે તમને તેની પાછળના ખાસ કારણ વિશે જણાવીએ.

ભગવાનને પ્રાર્થના કરતા

મધ્ય યુગમાં યુરોપમાં જ્યારે પ્લેગ જેવા રોગો ફેલાતા હતા, ત્યારે છીંક આવવી એ બીમારીનું લક્ષણ માનવામાં આવતું હતું. તેથી જ લોકો "ગોડ બ્લેસ યુ" કહીને બીમાર વ્યક્તિને રોગથી બચાવવા માટે ભગવાનને પ્રાર્થના કરતા હતા.કેટલાક લોકો માને છે કે છીંક આવવી એ દુર્ભાગ્યની નિશાની છે. તેઓ "ગોડ બ્લેસ યુ" કહીને ખરાબ નસીબને દૂર કરવાનો પ્રયાસ કરે છે.

સામાજિક શિષ્ટાચારનો ભાગ

એવી માન્યતા એવી પણ છે કે છીંક આવવાથી આપણા હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. તેથી જ તમારી નજીક બેઠેલા લોકો "ગોડ બ્લેસ યુ" કહીને તમારા હૃદયને સ્વસ્થ રાખવાની પ્રાર્થના કરે છે.આ સિવાય પણ આજકાલ "ગોડ બ્લેસ યુ" કહેવું એ મોટાભાગના સામાજિક શિષ્ટાચારનો ભાગ બની ગયું છે. બીમાર વ્યક્તિ પ્રત્યે શુભેચ્છા વ્યક્ત કરવાની આ એક નમ્ર રીત માનવામાં આવે છે.

પ્રાચીન સમયની માન્યતા

પ્રાચીન સમયમાં કેટલીક સંસ્કૃતિઓ માનતી હતી કે જ્યારે કોઈ વ્યક્તિ છીંક આવે ત્યારે આત્મા શરીર છોડી શકે છે. તેથી "ગોડ બ્લેસ યુ" કહીને લોકો પ્રાર્થના કરતા હતા કે ભગવાન આત્માને શરીરમાં પાછો આપે અને વ્યક્તિને સ્વસ્થ રાખે.

વધુ વાંચો: દરરોજ સવારે ખાલી પેટ પીવો આવું પાણી, તમને નહીં રહે હાર્ટ એટેકનો ખતરો

જાણો છીંક આવવાના કારણો

છીંક આવવી એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેનું સતત થવું એ એલર્જીની નિશાની છે. એલર્જી સિવાય છીંક આવવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે નાકમાં બળતરા, ધૂળ, ફ્લૂ, નાકમાં સોજો, નાકમાં શુષ્કતા, શરદી, વાયરસ વગેરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ