બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / 400 કરોડના બેનામી દસ્તાવેજ, 20 બેંક લોકર, જ્વેલરી...., અંતે સુરતની IT રેડ આજે પૂર્ણ
Last Updated: 12:33 PM, 14 May 2024
સુરતમાં એશ્વર્યા ગ્રૂપ સહિતનાં સ્થળો પર થોડા સમયે પહેલા આઈટી દ્વારા સાગમટે 12 જગ્યાએ રેડ પાડી કરચોરીની તપાસ હાથ ધરી હતી. સુરતમાં ટેક્સટાઈલ ગ્રુપ સાથે સંકળાયેલા ગ્રૂપનાં તમામ ભાગીદારો પર સાગમટે દરોડા પડતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આવકવેરા વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી તમામ સ્થળો પર તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. હિસાબોની તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા સેવાઈ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરતમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કોલસા, ટેક્સટાઈલ ગ્રુપ પર સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. ઈન્ટમટેક્ષ વિભાગ દ્વારા વેપારીઓને ત્યાં પાડવામાં આવેલ દરોડામાં પાંચ દિવસ બાદ તપાસ પૂર્ણ થઈ છે. ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા 400 કરોડનાં દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સની તપાસ માટે ફોરેન્સિક એક્સપર્ટને બોલાવવામાં આવશે. જેમાં 20 બેંક લોકર, 4 કરોડથી વધુની રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ હતી.
ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા એસ.એન.ટ્રેડ લિંક, આદર્શ કોલ, તરણજ્યોત કોલ, વરેલીની એશ્વર્યા ડાયમંડ પર સર્ચની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં જમીન ખરીદી વેચાણ, જમીનમાં રોકાણ, શેર માર્કેટમાં રોકાણ સહિતનાં દસ્તાવેજો મળી આવ્યા છે. ખર્ચો વધારવા માટે બિલ પણ ખરીદવામાં આવ્યા હોય તેવી આશંકા છે. તમામ હિસાબો કોડમાં રાખવામાં આવ્યા હતા. હિસાબોની તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
એક્ટર માથે બીજી આફત / સૈફ અલી ખાનને 15 હજાર કરોડનો ઝટકો! સાજો થઈને ઘેર આવતાં જ મળ્યાં ખરાબ સમાચાર
ADVERTISEMENT