બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોઇક જગ્યાએ કરા પડ્યાં તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા, તો ક્યાંક કોઇ ઘાયલ થયું..., ગુજરાતમાં માવઠું બન્યું મીની વાવાઝોડું

કમોસમી વરસાદ / કોઇક જગ્યાએ કરા પડ્યાં તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા, તો ક્યાંક કોઇ ઘાયલ થયું..., ગુજરાતમાં માવઠું બન્યું મીની વાવાઝોડું

Last Updated: 04:13 PM, 14 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે પણ રાજ્યમાં અનેક જીલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

આણંદનાં વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા ઝડપી પવન ફૂંકાયો હતો. કરમસદમાં તોતિંગ ઝાડ ધરાશાયી થતા બે બાઈક ચાલકો ઝાડ નીચે દબાયા હતા. જે બાબતે ફાયર બ્રિગ્રેડને જાણ કરતા ફાયર બ્રિગ્રેડે રેસ્ક્યું કરી બે ને બચાવી લીધા હતા. ઘાયલ બાઈક સવાર બે યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘાયલ થયેલ યુવકો વલ્લભવિદ્યાનગરનાં રહીશ હોવાનું જાણવા મળી રહ્યું છે. બે ઘાયલ યુવકો પૈકી એકની સ્થિતિ ગંભીર છે.

ANAND RAIN

ભારે પવન લઇને ગાડીનો થયો અકસ્માત

સુરતમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેને લઈ વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. સુરતના ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં ભારે પવનને લઈ ગાડીનો અકસ્માત થયો હતો. ડુમસ રોડ પર આવેલ ઈસ્કોન મોલ નજીક મહિલાએ કાર ડીવાઈડર પર ઘુસાડી દીધી હતી. ભારે પવનને લઈ વિઝીબીલીટી ઓછી થઈ હતી. રસ્તા પર ધૂળની ડમરીઓથી વિઝીબિલીટીને લઈ મહિલાએ કારનું સંતુલન ગુમાવ્યું હતું. મહિલાએ કારને ડિવાઈડર તોડી અકસ્માત સર્જ્યો હતો.

SURAT RAIN

કમોસમી વરસાદનથી કેસર કેરીનાં પાકને નુકશાન

હવામાન વિભાગની આગાહીને પગલે ઉના અને ગીર ગઢડા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભરઉનાળે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવન અને વરસાદને કરાણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે. કેસર કેરીનો પાક ઉતારવા સમયે જ વરસાદ પડતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતો ચિંતામાં મૂકાયા

તાલાળા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વરસાને કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ગુજરાતના 41 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં મીની વાવઝોડાં સાથે વરસાદ પડ્યો હતો તો કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે કરા પણ પડ્યા હતા. રાજ્યમાં સૌથી વધારે નર્મદાના ગરૂડેશ્વરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ સાયલામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. બોટાદ, વાંસદા અને ચોટીલામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વીજળી પડવાથી 2 લકોના મોત થયા છે જ્યારે 3 લોકો વીજળી પડવાથી ઈજાગ્રસ્ત થયા છે.

vlcsnap-2024-05-13-08h47m15s171

વધુ વાંચોઃ પરેશ ગોસ્વામીએ કરી તોફાની આગાહી, હજુ આટલા દિવસ ગુજરાતમાં વરસાદી કમઠાણ

જૂનાગઢનાં વાતવરણમાં પણ એકાએક પલ્ટો આવ્યો હતો

સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે મોડી રાત્રે જુનાગઢ શહેર અને જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભારે સાથે વિસાવદર અને વંથલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેસર કેરીની સીઝન શરૂઆતમાં જ ભારે પવન અને વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat વરસાદી માહોલ ,આણંદ,સુરત,જૂનાગઢ Unseasonal rain ગુજરાત Anand Meteorological Department હવામાન વિભાગ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ