બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

logo

GSEB SSC Result 2024: ધો. 10ના પરિણામમાં વિદ્યાર્થિનીઓ અવ્વલ, બે કેન્દ્રોમાં 100 ટકા પરિણામ

logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

VTV / લાઈફસ્ટાઈલ / સલાડમાં આ વસ્તુઓ ખાવાથી પાણીની કમી થશે દૂર, લૂ નહીં લાગે અને ચહેરો ચમકી ઉઠશે

લાઈફસ્ટાઈલ / સલાડમાં આ વસ્તુઓ ખાવાથી પાણીની કમી થશે દૂર, લૂ નહીં લાગે અને ચહેરો ચમકી ઉઠશે

Last Updated: 12:48 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં, ફક્ત પાણી પીવાથી શરીરને હાઇડ્રેટ રાખી શકાતું નથી, પાણીયુક્ત ખોરાક પણ ખાવો જોઈએ. ડિહાઇડ્રેશનથી બચવા માટે તમારા આહારમાં દરરોજ સલાડના રૂપમાં કેટલીક શાકભાજીનો સમાવેશ કરો.

ઉનાળો ચાલી રહ્યો છે, ગરમી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે જરૂરી બની જાય છે કે આ ગરમીમાં પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવું. ગરમીને હરાવવા માટે પોતાને હાઇડ્રેટેડ રાખવું વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ડિહાઇડ્રેશનને કારણે હીટસ્ટ્રોકનો ભય રહે છે. તેથી, ઉનાળામાં પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ રોજ એવું શક્ય નથી બનતું કે ભરપૂર માત્રામાં પાણી પીવામાં આવે. એટલે જ પીવાના પાણીની સાથે, કેટલીક એવી વસ્તુઓને આહારમાં સામેલ કરવું જોઈએ, જેમાં પાણી ભરપૂર હોય. આનાથી માત્ર તમારા એકંદર સ્વાસ્થ્યને જ ફાયદો નથી થતો, પરંતુ તમારી ત્વચા પણ ડ્રાય નથી થતી. ઉનાળામાં મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી, સંતરા વગેરે સારી માત્રામાં ખાવાની સાથે સાથે દૂધી અને તૂરિયાં જેવા શાકભાજીને પણ રાંધીને ખાવા જોઈએ. આ સાથે સલાડમાં દરરોજ કેટલાક કાચા શાકભાજી પણ ખાવા જોઈએ.

salad-1-beetroot

બીટરૂટ વધારશે લોહી અને પાચનક્રિયા પણ સુધરશે - શિયાળો હોય કે ઉનાળો, સલાડ દરમિયાન તમારા આહારમાં બીટરૂટનો સમાવેશ કરવો એ સારો વિકલ્પ છે. તેમાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને મજબૂત બનાવે છે. બીટરૂટ એ આયર્ન સહિત ઘણા વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર છે. લોહીની ઉણપથી પીડાતા લોકો માટે પણ બીટરૂટ ખૂબ જ ફાયદાકારક છે.

સલાડમાં ટામેટાંનું સેવન આપશે ઘણા ફાયદા - ઉનાળાના દિવસોમાં સલાડમાં ટામેટાને સામેલ કરો કારણ કે તેમાં પુષ્કળ પાણી અને ઘણા પોષક તત્વો હોય છે. ત્વચાને ફાયદો કરવા ઉપરાંત કાચા ટામેટાંનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા, હૃદયને સ્વસ્થ રાખવા, કબજિયાતમાં સુધારો, વજન ઘટાડવા વગેરેમાં મદદરૂપ થાય છે.

salad-2-cucumber

ખીરા-કાકડી રોજ ખાઓ - ખીરા અને કાકડી એવી વસ્તુઓ છે જે પાણીથી ભરપૂર હોય છે. ઉનાળામાં આ બે શાકભાજીને તમારા આહારમાં દરરોજ સલાડ તરીકે સામેલ કરો.

ખૂબ જ ફાયદાકારક લીલું મરચું - ઉનાળા દરમિયાન લાલ મરચાને બદલે લીલા મરચાના સેવન પર ધ્યાન આપવું જોઈએ. દરરોજ 2 થી 3 લીલાં મરચાં ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. વિટામિન સીની સાથે તેમાં ઘણા પોષક તત્વો પણ મળી આવે છે, જે તમને ગરમીના સ્ટ્રોકથી બચાવીને ઉનાળામાં સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

વધુ વાંચો: દરરોજ સવારે ખાલી પેટ પીવો આવું પાણી, તમને નહીં રહે હાર્ટ એટેકનો ખતરો

હીટસ્ટ્રોકથી બચવા માટે કાચી ડુંગળી ફાયદાકારક - ઉનાળામાં જમવામાં કાચી ડુંગળી ખાઈ શકો છો. તમારા પેટને ઠંડક આપવા ઉપરાંત, તે તમને હીટસ્ટ્રોકથી બચાવવાનું પણ કામ કરે છે. તેથી, દરરોજ સલાડમાં એક ડુંગળી ખાઓ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ