બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / પોસ્ટ ઓફિસની 5 જોરદાર સ્કીમ! જેમાં રૂપિયા પણ સુરક્ષિત રહેશે, વ્યાજ પણ તગડું મળશે

ફાયદાની વાત / પોસ્ટ ઓફિસની 5 જોરદાર સ્કીમ! જેમાં રૂપિયા પણ સુરક્ષિત રહેશે, વ્યાજ પણ તગડું મળશે

Last Updated: 08:17 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોકાણ સુરક્ષિત હોવાની સાથે તમને તેના પર ભારે વ્યાજ પણ મળશે.

Post Office Best Schemes: તમે બચત કરેલી મુળીને સુરક્ષિત રીતે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમે પોસ્ટ ઓફિસની આ યોજનાઓમાં રોકાણ કરી શકો છો, જ્યાં રોકાણ સુરક્ષિત હોવાની સાથે તમને તેના પર ભારે વ્યાજ પણ મળશે.

પૈસા બચાવવા માટે બજારમાં અગણિત સ્કીમ ઉપલબ્ધ છે. પરંતુ ક્યાંય પણ પૈસાનું રોકાણ કરતા પહેલા એક પ્રશ્ન મનમાં આવે છે કે અહીં પૈસા કેટલા સુરક્ષિત રહેશે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો એવી જગ્યા પસંદ કરશે જ્યાં તેમના પૈસા ન જાય. પોસ્ટ ઑફિસની જેમ, જ્યાં રોકાણ કરવાથી તમે જમા કરેલી રકમ પર માત્ર વધુ વ્યાજ નહીં મેળવશો પરંતુ પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

Post-Office (2).jpg

કિસાન વિકાસ પત્ર

આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને વાર્ષિક 7.5% વ્યાજ મળશે. પરંતુ જો તમે 9 વર્ષ અને 7 મહિના માટે પૈસા છોડી દો છો, તો જમા રકમ બમણી થઈ જશે. આમાં રોકાણની કેટલીક શરતો છે. જેમ કે આ યોજના હેઠળ 1000 રૂપિયાથી ઓછી રકમ જમા કરાવી શકાતી નથી. જો કે, મહત્તમ રકમ પર કોઈ નિશ્ચિત મર્યાદા નથી.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

18 વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈપણ ભારતીય વ્યક્તિ આમાં રોકાણ કરી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ આ ખાતું તેમના વાલી પાસે ખોલાવવું પડશે. આમાં વ્યાજ દર 7.1% (વાર્ષિક ચક્રવૃદ્ધિ) છે અને તે 15 વર્ષમાં પરિપક્વ થશે. આમાં, તમે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. આ ખાતામાંથી એક વર્ષના સમયગાળા પછી લોન પણ લઈ શકાય છે.

નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ

આ યોજના હેઠળ એક વર્ષ (6.9%)થી લઇને પાંચ વર્ષ (7.5%) માટે નાણાંનું રોકાણ કરી શકાય છે. આમાં પણ લઘુત્તમ મર્યાદા 1000 રૂપિયા છે, જ્યારે વધુમાં વધુ તમે ચાહો એટલુ રોકાણ કરી શકો છો. એક વર્ષ પહેલા આ સ્કીમમાંથી પૈસા ઉપાડો છો, તો તમને બચત ખાતા પર જેટલું વ્યાજ મળે છે તેટલું જ વ્યાજ મળશે.

આ પણ વાંચોઃ તમારા આધારને ચોરોથી બચાવો! જાણો બાયોમેટ્રિક માહિતી લોક કરવાની સરળ રીત

સીનિયર સિટીઝન સેવિંગ

આ યોજના વરિષ્ઠ નાગરિકો માટે છે, જેમાં વાર્ષિક 8.2% વ્યાજ છે. પરંતુ આ વ્યાજ પાંચ વર્ષ પૂરા થયા પછી જ મળશે. ખાતું એક વર્ષ પહેલા બંધ કરવામાં આવે તો વ્યાજ આપવામાં આવશે નહીં. આ સ્કીમમાં રોકાણ કરવા માટે ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષ હોવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ