બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / BPCL કરશે ₹1.7 લાખ કરોડનું રોકાણ, ભવિષ્યના મોટા દાવમાં કરશે રોકાણ, જાણો વિગતો

બિઝનેસ / BPCL કરશે ₹1.7 લાખ કરોડનું રોકાણ, ભવિષ્યના મોટા દાવમાં કરશે રોકાણ, જાણો વિગતો

Last Updated: 10:52 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવું રોકાણ કંપનીને 2040 સુધીમાં શુદ્ધ રૂપથી જીરો કાર્બન ઉત્સર્જનને હાંસલ કરવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ગેસ બિઝનેસ પર રૂ. 25,000 કરોડ અને ગ્રીન એનર્જી બિઝનેસ પર રૂ. 10,000 કરોડનું રોકાણ કરશે. નવું રોકાણ કંપનીને 2040 સુધીમાં શુદ્ધ રૂપથી જીરો કાર્બન ઉત્સર્જનને હાંસલ કરવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે.

સરકારી ઓઇલ માર્કેટિંગ અને પેટ્રોલિયમ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ આગામી પાંચ વર્ષમાં મોટા રોકાણની યોજના બનાવી રહી છે. ઓઇલ રિફાઇનિંગ, ફ્યુઅલ માર્કેટિંગ અને પેટ્રોકેમિકલ્સના તેના મુખ્ય વ્યવસાયો ઉપરાંત, કંપની આગામી પાંચ વર્ષમાં સ્વચ્છ ઇંધણમાં રૂ. 1.7 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના તૈયાર કરી રહી છે. બીપીસીએલના ચેરમેન જી કૃષ્ણકુમારે શુક્રવારે ત્રિમાસિક પરિણામો પર વિશ્લેષકો સાથે ચર્ચા દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કંપનીએ પોતાનો વિસ્તાર વધારવાની યોજના બનાવી છે.

કંપનીને શૂન્ય કાર્બન ઉત્સર્જન લક્ષ્ય સુધી લઈ જશે

અહેવાલ મુજબ કૃષ્ણકુમારે કહ્યું કે અમારી વ્યૂહરચના બે મૂળભૂત સ્તંભો પર આધારિત છે - 'કોર બિઝનેસને આગળ વધારવી' અને 'ભવિષ્યના મોટા દાવમાં રોકાણ'. આ માત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાની વધતી જતી ઇંધણની માંગને પહોંચી વળવામાં મદદ કરશે નહીં પરંતુ કંપનીને 2040 સુધીમાં શુધ્ધ રૂપથી જીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવાના તેના લક્ષ્યને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે.

કંપની ક્યા કેટલું કરશે રોકાણ ?

કુલ રૂ. 1.7 લાખ કરોડના રોકાણમાંથી રૂ. 75,000 કરોડ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ માટે ફાળવવામાં આવ્યા છે. રૂ. 8,000 કરોડના રોકાણ સાથે વ્યૂહાત્મક પાઇપલાઇન પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના કંપની બનાવી રહી છે. જેમાંથી રૂ. 5,000 કરોડના પ્રોજેક્ટની તૈયારી થઈ ચૂકી છે. BPCL ચીફે કહ્યું કે અમે માર્કેટિંગ બિઝનેસમાં 20,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરીશું. અમે મોઝામ્બિક અને બ્રાઝિલમાં ઉત્પાદનમાં રૂ. 32,000 કરોડનું રોકાણ પણ નક્કી કર્યું છે.

4,000 નવા પેટ્રોલ પંપ ખોલવાની યોજના

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના વડાએ એમ પણ કહ્યું કે અમે ગેસ બિઝનેસ પર 25,000 કરોડ રૂપિયા અને ગ્રીન એનર્જી બિઝનેસ પર 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે માર્ચ 2029 સુધીમાં BPCLની રિફાઇનિંગ ક્ષમતા 35.3 મિલિયન ટનથી વધારીને 45 મિલિયન ટન પ્રતિ વર્ષ કરવાની યોજના છે. ફ્યુઅલ રિટેલિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર, BPCL લગભગ 4,000 નવા પેટ્રોલ પંપ ખોલવાની યોજના બનાવી રહી છે. કંપની પાસે હાલમાં 22,000 પેટ્રોલ પંપ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ