બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Shopping / શોપિંગ / જો તમારી પાસે પણ ક્રેડિટ કાર્ડ છે, તો જો-જો આવી ભૂલ કરતા, નહીંતર આવશે રોવાના દહાડા

તમારા કામનું / જો તમારી પાસે પણ ક્રેડિટ કાર્ડ છે, તો જો-જો આવી ભૂલ કરતા, નહીંતર આવશે રોવાના દહાડા

Last Updated: 08:53 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો શોપિંગથી લઈને પેટ્રોલ પંપ સુધી દરેક જગ્યાએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે.

આજની લાઇફમાં લોકો ડિઝિટલ બન્યા છે. ત્યારે મોટાભાગે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા થઇ ગયા છે. તમે પણ ક્રેડિટ કાર્ડનો નિયમિત ઉપયોગ કરો છો, તો એવી ઘણી ભૂલો છે જેને તમારે ટાળવી જોઈએ સાવચેતી નહી રાખો તો તમને મોટુ નુકશાન થઇ શકે છે.

ફ્રોડની નવી ટેકનીક

સાયબર ફ્રોડ લોકો સાથે છેતરપિંડી કરવા માટે નવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આવી જ એક નવી પદ્ધતિ છે ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ કૌભાંડ છે. ઘણા લોકો શોપિંગથી લઈને પેટ્રોલ પંપ સુધી દરેક જગ્યાએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. કાર્ડનો ઉપયોગ કરવા પર, બેંક તેમને રિવોર્ડ પોઈન્ટ આપે છે, જેને રિડીમ કરી શકાય છે. સ્કેમર્સ આ રિવોર્ડ પોઈન્ટ દ્વારા લોકોને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક્સિસ બેંકે આ માટે એડવાઈઝરી જારી કરી છે.

અને કરે છે એકાઉન્ટ હેક

સ્કેમર્સ લોકોને વધારાના પુરસ્કારોની લાલચ આપીને બોલાવે છે. દરેક વાતચીતમાં તેઓ ગ્રાહકોને તેમના ઓળખપત્રો માટે પૂછે છે અને તેમના એકાઉન્ટ હેક કરે છે. આના સિવાય ફિસિંગ લિંકનો ઉપયોગ કરાય છે. કૌભાંડીઓ બનાવટી એસએમએસ તમારા મોબાઇલ પર મોકલે છે. ત્યારબાદ કોલ કરી અમુક એપ ઇન્સટોલ કરવાનું કહે છે અને પછી તમારી ગુપ્ત માહિતી ચોરી કરે છે.

Debit-and-Credit-Card--Details.jpg

બેંકની વેબસાઇટ પર તપાસો

ઘણા લોકો શોપિંગથી લઈને પેટ્રોલ પંપ સુધી દરેક જગ્યાએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. કાર્ડનો ઉપયોગ કરવા પર, બેંક તેમને રિવોર્ડ પોઈન્ટ આપે છે, જેને રિડીમ કરી શકાય છે. રિવોર્ડ પોઈન્ટ્સ માટે હંમેશા બેંકની સત્તાવાર વેબસાઈટ તપાસો. જો કોઈ છેતરપિંડી થાય તો તરત જ 1930 પર જાણ કરો.

credit card.png

ક્રેડિટ કાર્ડ સેવ કરવાનું ટાળો

આજકાલ લોકો મોટાભાગે ખરીદી માટે કોઈને કોઈ વેબસાઈટ અથવા એપનો ઉપયોગ કરે છે. ખરીદી કરતી વખતે, જો તમે તમારી આગામી ખરીદીને સરળ બનાવવા માટે આવી વેબસાઇટ અથવા એપ્લિકેશન પર તમારું ક્રેડિટ કાર્ડ સાચવો છો, તો તે તમારી ભૂલ છે. આવા સ્થળોએથી વિગતો સરળતાથી લીક થઈ શકે છે.જો તમને કોઈ અજાણી લિંક મેસેજ, વોટ્સએપ, સોશિયલ મીડિયા એપ અથવા મેઈલ દ્વારા મોકલવામાં આવે છે, તો આવી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. આવી લિંક પર ક્લિક કરતાની સાથે જ તમારો મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટર હેક થઈ જાય છે, જેની મદદથી હેકર્સ તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે.

ટોલ ફ્રી નંબર પર ટાર્ગેટ કરે છે

આ સિવાય સ્કેમર્સ ટોલ ફ્રી નંબર માટે લોકોને પણ ટાર્ગેટ કરે છે. આ માટે નકલી વેબપેજ અને સોશિયલ મીડિયા એકાઉન્ટની મદદ લેવામાં આવે છે.

આ પણ વાંચોઃ ગરમીથી બચવા પીવાતી કોલ્ડ્રિંક્સ કંઇ ઝેરથી કમ નથી? બની શકો છો આ ગંભીર બીમારીના શિકાર

કેવી રીતે બચવું

હવે સવાલ એ છે કે તમે આવા સ્કેમરોથી કેવી રીતે બચશો તેના માટે તમારે કેટલીક સાવચેતી રાખવી પડશે. ક્યારેય પણ તમારી અંગત માહિતી કોઇની સાથે સેર ન કરવી જોઇએ. તમારા કાર્ડની વિગતો, OTP, PIN અથવા CVV કોઈની સાથે શેર કરશો નહીં. કોઈ પણ પગલું ભરતા પહેલા એક વાર વિચાર કરો કે શું બેંક તમારી પાસેથી આ વિગતો માંગે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ