બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / ગરમીથી બચવા પીવાતી કોલ્ડ્રિંક્સ કંઇ ઝેરથી કમ નથી? બની શકો છો આ ગંભીર બીમારીના શિકાર

હેલ્થ / ગરમીથી બચવા પીવાતી કોલ્ડ્રિંક્સ કંઇ ઝેરથી કમ નથી? બની શકો છો આ ગંભીર બીમારીના શિકાર

Last Updated: 05:24 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજારમાં ઉપલબ્ધ આ સોફ્ટ ડ્રિંક્સ સ્થૂળતા, હૃદય અને લીવરના રોગોનું મુખ્ય કારણ

Harmful Effects Of Soft Drinks: ગરમીથી રાહત મેળવવા માટે તમે જે ઠંડા પીણા પીઓ છો તે સ્વાસ્થ્ય માટે ઝેરથી ઓછું નથી. બજારમાં ઉપલબ્ધ આ સોફ્ટ ડ્રિંક્સ સ્થૂળતા, હૃદય અને લીવરના રોગોનું મુખ્ય કારણ છે.

આપણા દેશમાં અત્યારે કરોડો લોકો રહે છે જેમાંથી મોટાભાગની એટલે કે અડધો અડધ વસ્તી અસ્વસ્થ્ય છે. તેઓને કોઇને કોઇ સ્વાસ્થ્યની સમસ્યાઓ છે. તે કોઈ ને કોઈ બીમારીથી પીડિત છે, પરંતુ લોકો એકબીજાની ચિંતા પણ કરતા નથીએટલું જ નહી લોકોને પોતાની પણ પડી નથી. જ્યારે ભારતમાં લગભગ 57% રોગો ખરાબ આહારને કારણે થાય છે. ઉનાળો આવતાની સાથે જ લોકો પોતાની તરસ છીપાવવા ઠંડા પીણાનો સહારો લે છે. જ્યારે અભ્યાસ મુજબ સોફ્ટ ડ્રિંકના એક 350 ML કેનમાં 10 ચમચી ખાંડ જેટલું સ્વીટનર હોય છે અને WHO કહે છે કે માત્ર 6 ચમચી ખાંડ આખા દિવસ માટે પૂરતી છે.

Cold-Drinks1

અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર ફિઝી ડ્રિંક્સ ગંભીર રોગોનું મૂળ કારણ છે. આનાથી માત્ર સ્થૂળતા જ નથી વધતી પણ લિવર અને કિડનીની બીમારી પણ થાય છે. સ્ટ્રોક અને ડિમેન્શિયાનું જોખમ પણ વધે છે. ફાસ્ટ ફૂડનું મિશ્રણ પણ તેને વધુ ઘાતક બનાવે છે. મોજમસ્તી અને સ્વાદના નામે દેશમાં જીવનશૈલીના રોગોથી પીડિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જાણો ઠંડા પીણા પીવાથી કયા રોગો થાય છે?

5 special drinks hydrate your body in summer.jpg

ઉનાળામાં કેવી રીતે કાળજી રાખવી

- શરીરને સંપૂર્ણપણે ઢાંકવું

- તમારી સાથે પાણીની બોટલ રાખો

- હળવો ખોરાક લો

- હળવા રંગના સુતરાઉ કપડાં પહેરો

ઠંડા પીણા પીવાથી આ રોગ થઈ શકે છે

કિડનીની સમસ્યા, ઉચ્ચ બીપી, સ્થૂળતા, યકૃત સમસ્યા, હૃદય સમસ્યા, ડિમેંશિયા

jyus.jpg

સોફ્ટ ડ્રિકના હેલ્થી ઓપ્શન

જવ, છાશ, લસ્સી, શિકણજી, કેરીનો રસ, શેરડીનો રસ

હીટ સ્ટ્રોકથી બચાવવા માટે કુદરતી ઉપચાર

- આમલીના પાણીથી હાથ-પગની માલિશ કરો.

- સ્પાઇનને બરફથી મસાજ કરવાથી ફાયદો થાય છે

- ડુંગળીના રસથી તમારી છાતીની માલિશ કરો.

હીટ સ્ટ્રોકથી બચવાના આયુર્વેદિક ઉપાયો

- ચંદનાસવ

- ખસનો શરબત

- સફરજન

- ગિલોયનો રસ

- વેલાનું શરબત

આ પણ વાંચોઃ જાણો હાઈ યુરિક એસિડના દર્દીને ઉનાળામાં કયા કયા ફળ ખાવા જોઈએ? સાંધામાં નહીં રહે દુખાવો

ગરમીથી બચવાના ઘરગથ્થુ ઉપચાર

- શેકેલી ડુંગળી અને જીરું

- લીંબુ પાણી

- ધાણા-ફૂદીનાનો જ્યૂસ

- શાકભાજીનો સૂપ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ