બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / હવે જાપાનમાં પણ Tiger 3એ તબાહી મચાવી, માત્ર એક સપ્તાહમાં જ કરી નાખી તાબડતોબ કમાણી

મનોરંજન / હવે જાપાનમાં પણ Tiger 3એ તબાહી મચાવી, માત્ર એક સપ્તાહમાં જ કરી નાખી તાબડતોબ કમાણી

Last Updated: 05:27 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાપાન કલેક્શન સલમાન ખાનની સ્પાય થ્રિલર ટાઇગર 3 ગયા વર્ષે દિવાળીના અવસર પર મોટા પડદા પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ એક અઠવાડિયા પહેલા જાપાનમાં પણ રિલીઝ થઈ હતી. કમાણીની વાત કરીએ તો યશ રાજ બેનરની આ મૂવીએ જાપાનમાં તબાહી મચાવી છે અને જંગી કલેક્શન કર્યું છે.

સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ 'ટાઈગર 3' ગયા વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે મહિનાઓ બાદ આ ફિલ્મ જાપાનના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. 'ટાઈગર 3' 5 મે, 2024 ના રોજ જાપાનમાં રીલિઝ થઈ હતી જ્યાં તેણે સારી શરૂઆત કરી હતી અને શાનદાર કલેક્શનની સાથે ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા હતા. મળતી માહિતી મુજબ ફિલ્મે પહેલા દિવસે 1 લાખ 30 હજાર દર્શકો 'ટાઈગર 3' જોવા આવ્યા હતા. આ સાથે 'ટાઈગર 3' એ 'દંગલ', 'KGF ચેપ્ટર 1'-'KGF ચેપ્ટર 2' અને 'બ્રહ્માસ્ત્ર'ના રેકોર્ડ તોડી નાખ્યા છે. જોકે, સલમાન-કેટરિનાની ફિલ્મ 'RRR', 'સાહો' અને 'પઠાણ' જેવી ઘણી ફિલ્મોને માત આપી શકી નથી.

7 દિવસમાં 15 મિલિયન જેપીવાયની કમાણી કરી

ટાઇગર 3 એ 7 દિવસમાં લગભગ 15 મિલિયન જેપીવાયની કમાણી કરી છે. જે ભારતીય ચલણમાં 80 લાખ રૂપિયાની આસપાસ છે. તેના આધારે એવું કહી શકાય કે શરૂઆતના દિવસોની સરખામણીમાં આ આંકડો સરેરાશ માનવામાં આવે છે. અગાઉ સલમાનની ટાઇગર 3 એ ભારતમાં લગભગ રૂ. 290 કરોડનું નેટ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું અને આ વિશ્વવ્યાપી કમાણીનો આંકડો હવે રૂ. 450 કરોડને પાર કરી ગયો છે.

વધુ વાંચો : રશ્મિકા મંદાના કમાણીના મામલે સલમાન ખાનથી આગળ, સિકંદરમાં શ્રીવલ્લીની એન્ટ્રીથી ભાઈજાનને ફાયદો થશે?

ભારતીય ફિલ્મોએ જાપાનમાં ધૂમ મચાવી

સલમાન ખાનની ટાઈગર 3 પહેલા એસએસ રાજામૌલીની RRR અને બાહુબલી જેવી ફિલ્મોએ પણ કલેક્શનની દ્રષ્ટિએ જાપાનમાં ધૂમ મચાવી હતી. RRR ની નેટ 2.4 બિલિયન JPY હતી અને બાહુબલી 2 પાસે 350 મિલિયન JPY નો બિઝનેસ હતો. શાહરૂખ ખાન સ્ટારર પઠાણે પણ 45 મિલિયન JPY કમાણી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ