બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકામાં ગુજરાતી યુવતીએ નશાની હાલતમાં કાર ચલાવી સર્જ્યો અકસ્માત, ક્યૂબાના યુવકનું મોત

World / અમેરિકામાં ગુજરાતી યુવતીએ નશાની હાલતમાં કાર ચલાવી સર્જ્યો અકસ્માત, ક્યૂબાના યુવકનું મોત

Last Updated: 10:50 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર ચલાવી રહેલી યુવતીનું નામ સોનલ પટેલ હોવાનું સામે આવ્યું છે .તેની કારમાંથી પોલીસને ડ્રગ્સ પણ મળી આવ્યું હતું..

અમેરિકામાં દારૂ પીને કાર ચલાવી રહેલી ગુજરાતી મહિલાએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક યુવકનું મોત થયું આ ઘટના જ્યોર્જિયાની ગ્વિનેટ કાઉન્ટીની છે. કાર ચલાવી રહેલી યુવતીનું નામ સોનલ પટેલ હોવાનું સામે આવ્યું છે .તેની કારમાંથી પોલીસને ડ્રગ્સ પણ મળી આવ્યું હતું.. અકસ્માત સમયે તે નશાની હાલતમાં હતી અને કાર ચલાવતી વખતે તેને ઝોકું આવી ગયું હતું.

બે વાર યુવતી બોન્ડ પર છૂટી જતા મૃતકના પરિવારમાં રોષ

આ ઘટના 04 ફેબ્રુઆરી 2024ના સવારે ચાર વાગ્યાની છે., મહિલાની ધરપકડ થયા બાદ તેને બોન્ડ પર મુક્ત કરવામાં આવી હતી, પરંતુ તેની સામે નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરવાના પુરાવા મળવા ઉપરાંત વ્હીક્યુલર હોમિસાઈડના આરોપ હેઠળ પોલીસે સોમવારે ફરી તેની ધરપકડ કરી હતી. જોકે, આ આરોપમાં પણ સોનલ પટેલ ફરી બોન્ડ પર છૂટી જતાં તેના કારણે મોતને ભેટેલા યુવકના પરિવારજનોએ સખ્ત વિરોધ નોંધાવ્યો છે.

મૃતક યુવાન સંતાનોના સારા ભવિષ્ય માટે ક્યુબાથી અમેરિકા આવ્યો હતો

આ અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની ઓળખ ઓમર ઓર્ટિઝ તરીકે થઇ છે. જે ક્યૂબાનો હતો અને અકસ્માત થયો તેના એક મહિના પહેલા જ તે અમેરિકા આવ્યો હતો. ઓમરના એક ફેમિલી મેમ્બરના જણાવ્યા અનુસાર તે પોતાના બે બાળકોના સારા ભવિષ્ય માટે અમેરિકા આવ્યો હતો, પરંતુ હવે તે આ દુનિયામાં નથી રહ્યો અને તેના બાળકોએ પોતાના વ્હાલા પિતા ગુમાવી દીધા છે.

કારચાલક સોનલ પટેલ બે દિવસથી ઉંઘી ન હતી

બીજી તરફ આ કેસ અંગે પોલીસે એવું જણાવ્યું હતું કે અકસ્માત કરનારી કાર સોનલ પટેલ ચલાવી રહી હતી અને તેની પાસેથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતું. એટલું જ નહીં, સોનલ બે દિવસથી ઊંઘી નહોતી તેવું પણ પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ