બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 27 ઇમેઇલ, 10 બેંક એકાઉન્ટ... તારક મહેતા ફેમ સોઢી પર પોલીસનો વધુ એક ખુલાસો, આખરે 3 સપ્તાહથી છે ક્યાં?

મનોરંજન / 27 ઇમેઇલ, 10 બેંક એકાઉન્ટ... તારક મહેતા ફેમ સોઢી પર પોલીસનો વધુ એક ખુલાસો, આખરે 3 સપ્તાહથી છે ક્યાં?

Last Updated: 09:20 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર એક્ટર ગુરુચરણ સિંહના ગુમ થવાનું રહસ્ય વધુ ઘેરાયું છે.

દેશની સૌથી લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા ઘણા દિવસથી ગુમ છે. અભિનેતાના ગુમ થવાનું રહસ્ય વધુ ઘેરાયું છે. દિલ્હી પોલીસને જાણવા મળ્યું કે અભિનેતા રેકી થવાના ડરને કારણે 27 જુદા જુદા ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યો હતો. તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, અભિનેતાને શંકા હતી કે તેના પર સર્વિલ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે તે વારંવાર તેના ઇમેઇલ એકાઉન્ટ્સ બદલતો હતો. અભિનેતા ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ થયા છે. પાલમમાં રહેતા તેના પિતાનો ફોન પર સંપર્ક ન થતાં તેણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

sodhi-1

26 એપ્રિલે પાલમ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 365 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ ટીમને અભિનેતાના મોબાઈલ ફોન પરથી તેનું લોકેશન ટ્રેસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. અભિનેતાનો મોબાઈલ ફોન 22 એપ્રિલે રાત્રે 9.22 વાગ્યાથી બંધ હતો. સીસીટીવી ફૂટેજના આધારે તેનું છેલ્લું લોકેશન દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડાબરી ખાતે ટ્રેસ કરવામાં આવ્યું હતું, જ્યાં તે IGI એરપોર્ટ નજીકથી ભાડે લીધેલી ઈ-રિક્ષામાં પહોંચ્યો હતો.

sodhi-1

અભિનેતા પાસે બે મોબાઈલ ફોન હતા

અભિનેતા પાસે બે મોબાઈલ ફોન હતા પરંતુ તેમાંથી એકને દિલ્હીમાં તેના ઘરે છોડી દીધો હતો. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, તેનો છેલ્લો કોલ તેના મિત્રનો હતો, જે તેને મુંબઈ એરપોર્ટ પર લેવાનો હતો. પોલીસની ટીમોએ તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી છે. તેઓ દર્શાવે છે કે છેલ્લો વ્યવહાર રૂ. 14,000નો હતો. ગુમ થયાના દિવસે તેણે તેના એક બેંક ખાતામાંથી આ રકમ ઉપાડી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સિંહની આર્થિક સ્થિતિ સારી ન હતી કારણ કે તેની પાસે ઘણી લોન અને બાકી લેણાં હતાં.

વધુ વાંચો : રશ્મિકા મંદાના કમાણીના મામલે સલમાન ખાનથી આગળ, સિકંદરમાં શ્રીવલ્લીની એન્ટ્રીથી ભાઈજાનને ફાયદો થશે?

અનેક ટીમો કરી રહી છે તપાસ

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલ સહિત ઓછામાં ઓછી એક ડઝન પોલીસ ટીમો તેમને શોધવા માટે કામ કરી રહી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે સિંહ એક સંપ્રદાયનો અનુયાયી હતો જેના માટે તે દિલ્હીના છતરપુરમાં એક ધ્યાન કેન્દ્રની મુલાકાત લેતો હતો. પોલીસે તેને ઓળખતા સંપ્રદાયના અનુયાયીઓનાં નિવેદન લીધાં છે. અધિકારીએ કહ્યું કે પોલીસની ટીમોએ કેસ અંગે કોઈ લીડ મેળવવા માટે હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ જેવા કેટલાક રાજ્યોની પણ મુલાકાત લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ