બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ગુજરાત ટાઇટન્સના 22 વર્ષના ખેલાડીની કમાલ, તોડ્યો સચિન તેંડુલકરનો વર્ષો જૂનો રેકોર્ડ

IPL 2024 / ગુજરાત ટાઇટન્સના 22 વર્ષના ખેલાડીની કમાલ, તોડ્યો સચિન તેંડુલકરનો વર્ષો જૂનો રેકોર્ડ

Last Updated: 11:18 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેપ્ટન શુભમન ગીલે 104 રનની ઈનિંગ રમી હતી જ્યારે સાઈ સુદર્શને 103 રન બનાવ્યા

IPLની 17મી સિઝનની 59મી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમના ઓપનિંગ બેટ્સમેન સાંઇ સુદર્શનના બેટમાંથી 103 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. આ ઈનિંગના આધારે સુદર્શને આઈપીએલમાં પોતાના 1000 રન પણ પૂરા કર્યા.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની 59મી મેચમાં ગુજરાત ટાઈટન્સ ટીમના ઓપનિંગ બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં તેમના કેપ્ટન શુભમન ગીલે 104 રનની ઈનિંગ રમી હતી જ્યારે સાઈ સુદર્શને 103 રન બનાવ્યા હતા. 22 વર્ષનો સાઈ આ મેચમાં ખૂબ જ આક્રમક રીતે રમતા જોવા મળ્યો હતો અને તેણે 50 બોલમાં સિક્સર વડે પોતાની સદી પણ પૂરી કરી હતી. આ સાથે સાઈએ આઈપીએલમાં 1000 રનનો આંકડો પણ પૂરો કરી લીધો છે. જેમાં તેણે માત્ર 25 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે.

સચિન તેંડુલકર અને રૂતુરાજ ગાયકવાડના રેકોર્ડ તૂટી ગયા

અત્યાર સુધી IPLમાં ભારતીય ખેલાડી તરીકે સૌથી ઓછી ઇનિંગ્સમાં 1000 રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકર અને રૂતુરાજ ગાયકવાડના નામે હતો. જેમણે 31-31 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે સાઇ સુદર્શન આ આંકડો પાર કરવામાં સફળ રહ્યા હતા. માત્ર 25 ઇનિંગ્સમાં આ બંનેના રેકોર્ડ તોડી નાખ્યા છે. જ્યારે IPLમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં હજાર રનનો આંકડો પાર કરવાનો રેકોર્ડ શોન માર્શના નામે છે. જેણે માત્ર 21 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સાઈએ અત્યાર સુધી આઈપીએલમાં 25 મેચ રમી છે અને 47ની એવરેજથી 1047 રન બનાવ્યા છે.

ગિલ અને સુદર્શને IPLમાં ગુજરાત માટે સૌથી મોટી ભાગીદારી કરી

આ મેચમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે પ્રથમ વિકેટ માટે 210 રનની રેકોર્ડ ભાગીદારી જોવા મળી હતી. જે બાદ બંનેએ ગુજરાત ટાઇટન્સ માટે IPL ઈતિહાસમાં કોઈ પણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અગાઉ ગુજરાત માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ કોઈપણ વિકેટ માટે 147 રનનો હતો. જે આ બંને ખેલાડીઓએ ગયા વર્ષે રમાયેલી IPL સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ વિરાટ કોહલીને ઓપનિંગ કરવા દો... સૌરવ ગાંગુલીએ રોહિતને ટી20 વર્લ્ડ કપ માટે સલાહ આપી

IPLમાં ઝડપી ઇનિંગ્સ 1000 રન પૂરા કરનારા ખેલાડી

શોન માર્શ - 21 ઇનિંગ્સ

લિન્ડલ સિમન્સ – 23 ઇનિંગ્સ

મેથ્યુ હેડન – 25 ઇનિંગ્સ

સાંઈ સુદર્શન - 25 ઇનિંગ્સ

જોની બેરસ્ટો – 26 ઇનિંગ્સ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ