બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / રણબીરની ફિલ્મ 'રામાયણ' પર થઇ શકે છે કડક કાર્યવાહી, પ્રોડક્શન હાઉસે આપી ધમકી, જાણો વિગત

મનોરંજન / રણબીરની ફિલ્મ 'રામાયણ' પર થઇ શકે છે કડક કાર્યવાહી, પ્રોડક્શન હાઉસે આપી ધમકી, જાણો વિગત

Last Updated: 06:44 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને નિતેશ તિવારીની આગામી ફિલ્મ 'રામાયણ' સતત ચર્ચામાં છે. દર્શકો ફિલ્મ સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા ઉત્સુક છે. ફિલ્મને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને નિતેશ તિવારીની આગામી ફિલ્મ 'રામાયણ' સતત ચર્ચામાં છે. દર્શકો ફિલ્મ સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા ઉત્સુક છે. ફિલ્મને લઈને એવા સમાચાર આવી રહ્યા છે કે તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારી કરી રહ્યા છે. સાઉથનો સુપરસ્ટાર યશ કો-પ્રોડ્યુસર છે. હવે એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 'રામાયણ' કાયદાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'રામાયણ'ના પ્રાથમિક પ્રોડક્શન હાઉસ અલ્લુ મન્ટેના મીડિયા વેન્ચર્સ એલએલપી પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ સાથે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે.

rn

'રામાયણ'ના અધિકારોને લઈને વિવાદ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલ્લુ મન્ટેના મીડિયા વેન્ચર્સ એલએલપી અને પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ 'રામાયણ'ના અધિકારોને લઈને વિવાદમાં છે. તેણે એપ્રિલ 2024માં આ માટે વાતચીત શરૂ કરી હતી. અહેવાલો અનુસાર અધૂરી ચુકવણીને કારણે અધિકારો પ્રાપ્ત કરવા માટેની વાટાઘાટો નિષ્ફળ ગઈ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલ્લુ મન્ટેના મીડિયા વેન્ચર્સ એલએલપી દાવો કરે છે કે 'રામાયણ'ના અધિકાર તેમની પાસે જ રહેશે. પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ અથવા કોઈપણ એન્ટિટી દ્વારા સ્ક્રિપ્ટનો કોઈપણ ઉપયોગ તેમના કોપીરાઈટનું ઉલ્લંઘન હશે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રાઇમ ફોકસ ટેક્નોલોજીસ લિમિટેડ પાસે 'રામાયણ'માં કોઈ અધિકાર કે માલિકી નથી. પ્રોડક્શને જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી કરવાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો છે.

ramayan.jpg

નિતેશ તિવારીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી

આ બધાને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થઈ શકે છે, જોકે આ અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. નિતેશ તિવારીએ હજુ સુધી આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ગયા મહિનાની શરૂઆતમાં યશે પુષ્ટિ કરી હતી કે તે રામાયણમાં સહ-નિર્માતા તરીકે જોડાશે. એક વાતચીતમાં યશે કહ્યું હતું કે, આવી ફિલ્મો બનાવવાની મારી હંમેશા ઈચ્છા રહી છે. શ્રેષ્ઠ VFX સ્ટુડિયોમાંના એક સાથે સહયોગ કરીને મને આનંદ થયો. અમે ઘણા પ્રોજેક્ટ પર વિચાર કર્યો અને આ ચર્ચાઓ દરમિયાન 'રામાયણ'નો પ્રોજેક્ટ આવ્યો.

વધુ વાંચો : હવે જાપાનમાં પણ Tiger 3એ તબાહી મચાવી, માત્ર એક સપ્તાહમાં જ કરી નાખી તાબડતોબ કમાણી

શું યશની પ્રોડક્શન કંપની પગલાં લેશે?

હવે આ સમાચાર પછી લોકો ચર્ચા કરવા લાગ્યા કે શું આ ફિલ્મના શૂટિંગ પર અસર થશે? જો કે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. હવે જોવાનું એ રહે છે કે નિર્માતા તરીકે તેની સાથે સંકળાયેલા યશનું પ્રોડક્શન હાઉસ શું પગલાં લે છે. પહેલા એવા સમાચાર હતા કે તે તેમાં રાવણનું પાત્ર ભજવશે પરંતુ હવે તે તેનો કો-પ્રોડ્યુસર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ