બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ત્રણ દિવસની આગાહીને લઈને દ. ગુજરાતમાં તંત્ર સતર્ક, ફાયર વિભાગ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટને કરાયું એલર્ટ
Last Updated: 12:51 PM, 14 May 2024
સુરત: હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે સુરત મહાનગર પાલિકા અને તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદની આગાહીને લઈને પાલિકા, જિલ્લા કલેકટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી. ઇમરજન્સીને પહોંચી વળવા ફાયર વિભાગ દ્રારા અલગથી કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં સોમવારે ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો હતો. જેને કારણે ઠેર-ઠેર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે સુરત મહાનગર પાલિકા આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહીને કારણે એલર્ટ પર છે. કોઈ પણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા અને જરૂરી પગલાં લેવા માટે પાલિકા, જિલ્લા કલેકટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટે બેઠક કરી હતી. સુરત શહેર ફાયર વિભાગને પણ આ આગાહીને પગલે એલર્ટ કરી દેવામાં આવ્યું. ત્યારે ફાયર વિભાગ દ્વારા અલગથી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો.
ADVERTISEMENT
સુરત શહેરમાં ભારે પવન ફૂંકાવાની શકયતાના પગલે તંત્ર ખડેપગે તૈયાર છે. તાત્કાલિક રાહત ટીમ દોડાવવા તંત્ર સજ્જ છે. જણાવી દઈએ કે ગઈકાલે ભારે પવનને કારણે 17 વૃક્ષો ધરાશાયી થયા હતા. ત્યારે આવી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે અને તાત્કાલિક રાહત ટીમ દોડાવવા તંત્ર સજ્જ બન્યું છે. સાથે જ સ્થિતિને પહોંચી વળવા ફાયર વિભાગે ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.
કંટ્રોલ રૂમમાંથી ફાયર અધિકારીએ જણાવ્યું કે ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહીને કારણે કમિશનરના હુકમથી ઈમરજન્સી ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. વાવાઝોડાને કારણે ઝાડ પડવાના 17 કોલ્સ આવ્યા હતા, જેને પગલે ફાયર વિભાગને એલર્ટ કરીને તેમને ઘટનાસ્થળે તાત્કાલિક મદદ માટે મોકલવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે સુરતમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયા બાદ વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. સુરતના ડુમસ રોડ પીપલોદ વિસ્તારમાં ભારે પવનને લઈ ગાડીનો અકસ્માત થયો હતો. ડુમસ રોડ પર આવેલ ઈસ્કોન મોલ નજીક મહિલાએ કાર ડીવાઈડર પર ઘુસાડી દીધી હતી. ભારે પવનને લઈ વિઝીબીલીટી ઓછી થઈ હતી. રસ્તા પર ધૂળની ડમરીઓથી વિઝીબિલીટીને લઈ મહિલાએ કારનું સંતુલન ગુમાવ્યું હતું. મહિલાએ કારને ડિવાઈડર તોડી અકસ્માત સર્જ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ગેરરીતિ / વધુ એક પેપર લીક? કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિનો આરોપ, કુલપતિએ આપ્યો આદેશ
Dinesh Chaudhary
ગુજરાત / ભાડાપટ્ટાની જમીનના માલિકી હક અંગે આવ્યા મોટા સમાચાર, મહેસૂલ વિભાગનો મહત્વનો નિર્ણય
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.