બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

logo

લોકસભા ચૂંટણી 2024: કંગના રનૌત આજે મંડીથી નામાંકન કરશે

logo

મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ પડતા મૃત્યુ પામેલાઓની સંખ્યા વધી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પૈસાની તંગી, 5 ભાઈ બહેન, રાજસ્થાનમાં ગ્રેજ્યુએશન, ગેનીબેન ઠાકોર કેવી રીતે નેતા બન્યા?

સંઘર્ષ ગાથા / પૈસાની તંગી, 5 ભાઈ બહેન, રાજસ્થાનમાં ગ્રેજ્યુએશન, ગેનીબેન ઠાકોર કેવી રીતે નેતા બન્યા?

Last Updated: 10:43 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ગેનીબેન ઠાકોરના પિતા અબાસણા ગામમાં ખેતીનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, જેમને લગ્ન જીવન દરમિયાન સૌપ્રથમ સંતાન રૂપી ઘરમાં દીકરીનો જન્મ થયો હતો.

હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓમાં રહેનારા નેતાઓ વિશે વીટીવી ન્યૂઝ સતત જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર ખુબ ચર્ચામાં છે. એક એવી મહિલા. જેણે બાળપણમાં દુખ જોયું, ગામની શાળામાં જ અભ્યાસ કર્યો અને કપરી પરિસ્થિતીઓનો સામનો પણ કર્યો. આપણે વાત કરી રહ્યા છીએ ગેનીબેન ઠાકોરની. જેમણે આજે રાજકીય ક્ષેત્રમાં નામના મેળવી છે અને હાલ લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. પરંતુ હાલ વાત કરવી છે ગેનીબેનના પૈતૃક ગામની.

ગેનીબેન ઠાકોરનું કેવું હતું બાળપણ

ગેનીબેન ઠાકોરના પિતા અબાસણા ગામમાં ખેતીનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા જેમને લગ્ન જીવન દરમિયાન સૌપ્રથમ સંતાન રૂપી ઘરમાં દીકરીનો જન્મ થયો હતો. અને તે સંતાન હતું ગેનીબેન. ગેનીબેન ઠાકોરની નાનપણની વાત કરવામાં આવે તો તેઓ નાનપણમાં કામમાં બહુ અગ્રેસર હતા. તમે ગામમાં જે સરકારી શાળા જોઈ હશે. તેવી જ પતરાવાળી શાળામાં જ ગેનીબેને અભ્યાસની શરૂઆત કરી હતી. એટલું નહીં રૂપિયા ન હોવાથી ઘરેથી નિશાળા સુધી પગપાળા જ જતાં હતાં. જોકે ગેનીબેનનો નાનપણથી તેમની માતાએ દીકરાઓની માફક ઉછેર કર્યો છે..

માતાએ જિંદગીના પાઠ ભણાવ્યા

બાપ હોય તે દીકરીને લાડ લડાવે. પરંતુ માં લાડની સાથે-સાથે તેને જિંદગીના પાઠ પણ ભણાવતી હતી. ગેનીબેનના બાળપણની યાદો હજુ પણ અબાસણા ગામમાં અડિખમ ઉભી છે. જેમાંના એક છે લીમડાના અને સેદડાના ઝાડ. જ્યાં ગેનીબેન રમવા જતા હતા. જોકે ગેનીબેને બાળપણમાં પોતે દુખ સહ્યું પરંતુ પોતાના ભાંડેળાઓને ક્યારે દુખ પડવા નથી દીધું.

પૈતૃક ગામમાં ગેનીબેનની સફર?

નગાજી ઠાકોરના ઘરે 1975માં ગેનીબેનનો જન્મ થયો હતો, ગેનીબેનના પિતા અબાસણા ગામમાં ખેતીકામ કરે છે. નગાજી ઠાકોર 25 વર્ષ સુધી અબાસણા ગામમાં સરપંચ રહ્યા હતાં. ગેનીબેન નાનપણમાં કામમાં બહુ અગ્રેસર હતા અને અબાસણ ગામમાં જ ગેનીબેને 1 થી 5 ધોરણનો અભ્યાસ કર્યો. નગાજી ઠાકોરને 2 દીકરીઓ અને 3 દીકરા છે. ગેનીબેને બાળપણમાં ખેતી અને પશુપાલનનું કામ પણ કર્યું હતું. ધોરણ 6 થી 8નું શિક્ષણ કુવાળા ગામે મેળવ્યું તેમજ ધોરણ 9 થી 10નું શિક્ષણ ભાભર ખાતે મેળવ્યું હતું. ધોરણ 12નો અભ્યાસ ગેનીબેને ઘરે બેઠા કર્યો હતો તો ગ્રેજ્યુએશન રાજસ્થાનના સાંચોરમાં પુરુ કર્યું હતું

વાંચવા જેવું: 'RSS અને BJP સંવિધાન ખતમ કરવા માંગે છે',દમણમાં રાહુલ ગાંધીના ચાબખા

બાળપણમાં ગેનીબેને કેવા સંઘર્ષ કર્યા?

મહત્વનું છે કે, અબાસણા ગામ એ ભાભર તાલુકાના સરહદી વિસ્તારને અડીને આવેલું ગામ છે, જેના કારણે વર્ષોથી કોઈપણ પ્રકારના કામો કરવામાં આવતા ન હતા. જેના કારણે અહીં વસવાટ કરતા 5000 જેટલા લોકો રોડ પાણી અને લાઈટની વ્યવસ્થા વગર ભારે હાલાકીનો સામનો કરતા હતા. શાળા પણ વર્ષોથી જર્જરીત હાલતમાં આવેલી હતી. પરંતુ ગેનીબેન ઠાકોર ધારાસભ્ય બનતાની સાથે જ પોતાના વતનનો પ્રેમ બતાવ્યો હતો. આજે અબાસણા ગામનો ખુબ વિકાસ થયો છે. આમ ગેનીબેન ઠાકોરે જે નાનપણમાં પોતાના વતનમાં દિવસો વિતાવ્યા હતા. તે ગામને આજે એક અલગ દિશામાં લઈ ગયા છે અને આ વાત ખુદ ગામલોકો પણ કહી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ