બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 10:16 AM, 27 February 2024
સનાતન ધર્મમાં મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મંગળવારના દિવસે હનુમાનજીની વિધિપૂર્વક પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં બધા દુઃખોથી છુટકારો મળે છે અને કુંડળીમાં વ્યાપ્ત અશુભ ગ્રહોનો પ્રભાવ પણ સમાપ્ત થાય છે.
ADVERTISEMENT
સાથે જ ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળવારના ખાસ ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. જો તમારા કાર્યમાં કોઈ પણ મુશ્કેલીઓ આવી રહી છે તો એવામાં તમારા માટે જ્યોતિષ શાસ્ત્રના ઉપાય ખૂબ જ કલ્યાણકારી સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
મંગળવારના ઉપાય
જો તમે લાંબા સમયથી કુંડળીમાં અશુભ ગ્રહોનો સામનો કરી રહ્યા છો તો એવામાં મંગળવારના દિવસે ભગવાન હનુમાનજીની પૂજા કરો. સાથે જ તેમને સિંદૂર અર્પિત કરો. માન્યાતા છે કે આમ કરવાથી કુંડળીમાં અશુભ ગ્રહોમાંથી મુક્તિ મળે છે. સાથે જ કાર્યોમાં સફળતા મળે છે.
જીવનના બધા દુઃખ અને સંકટને દૂર કરવા માટે મંગળવારના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. માન્યતા અનુસાર રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. સાથે જ સંકટમોચક હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.
ન કરો આ કાર્ય
ધાર્મિક માન્યતા અનુસાર મંગળવારના દિવસે વાળ ન કપાવવા જોઈએ. સાથે જ નખ પણ ન કાપવા જોઈએ. માન્યતા છે કે આ કાર્યને કરવાથી હનુમાનજી અને મંગળદેવ નારાજ થઈ શકે છે. માટે મંગળવારના દિવસે વાળ, નખ અને દાઢી ન કાપવી.
વધુ વાંચો: ઘરના મંદિરમાં ભૂલથી પણ આ 5 મૂર્તિનું સ્થાપન ન કરતાં, નહીંતર જીવનમાં આવશે ભૂકંપ
મંગળવારના દિવસે કોઈને પૈસા ઉધાર ન આપો. માન્યતા છે કે આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બની રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.