- ઘરમાં ક્યારેય ન કરો આ મૂર્તિનું સ્થાપન
- જીવનમાં આ ભૂલ ક્યારેય ન કરશો
- માતા લક્ષ્મી થઇ જશે નારાજ
.

કેટલાક દેવી-દેવતાઓની સ્થાપનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે,તો કેટલાક દેવી-દેવતાઓની પૂજા મંદિરોમાં કરવી જોઈએ પરંતુ તેમની સ્થાપના ઘરમાં ન કરવી જોઈએ.
- વ્યક્તિએ ક્યારેય પણ પોતાના ઘરમાં કે પૂજા ઘરમાં રૌદ્ર મુદ્રામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ ન રાખવી જોઈએ. પૂજા રૂમ એ એવી જગ્યા છે જે આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વિસ્તાર કરે છે. આ સાથે પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી કોઈ પણ મૂર્તિ ન રાખવી જોઈએ. તે સિવાય ઘરના મંદિરમાં પ્લાસ્ટિક કે માર્બલની બનેલી મૂર્તિ ન રાખવી જોઈએ.
- જ્યારે પણ તમે તમારા ઘરના મંદિરમાં કોઈ મૂર્તિ રાખો છો, ત્યારે હંમેશા ખાતરી કરો કે તે ચાંદી, પિત્તળ, સોના અથવા માટીની બનેલી હોય. આ સિવાય તમે ઘરના મંદિરમાં તસવીરો પણ રાખી શકો છો.
- ઘરમાં ભગવાન ગણેશની એક જ મૂર્તિ હોવી જોઈએ. દેવી લક્ષ્મીને ડાબી બાજુ અને દેવી સરસ્વતીને લક્ષ્મીની જમણી બાજુ રાખવાં જોઈએ. તમારે પૂજા રૂમમાં ભગવાન ગણેશની સ્થાયી અથવા નૃત્ય કરતી મૂર્તિ ક્યારેય ન રાખવી જોઈએ.
- ઘણા લોકોને ઘરમાં શિવલિંગ રાખવું ગમે છે પરંતુ ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ. આ સાથે ભગવાન શિવની કોઈપણ મૂર્તિ જે તેમના ઉગ્ર સ્વરૂપને દર્શાવે છે તે પણ ઘરમાં ન રાખવી જોઈએ. જો તમે ભગવાન શિવને તમારા મંદિરમાં રાખવા માંગો છો તો મંદિરમાં ભગવાન શિવની તસવીર લગાવવી વધુ યોગ્ય રહેશે.
- મા દુર્ગા વિશે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે તેમના કયા સ્વરૂપને આપણા ઘરમાં રાખીએ છીએ મહિષાસુર મર્દિનીના સ્વરૂપની જેમ,યુદ્ધ કરતી ચંડિકા દેવીનું સ્વરૂપ,આવી મૂર્તિઓ કે ચિત્રો ક્યારેય ઘરના મંદિરમાં ન રાખવા જોઈએ.મા દુર્ગાના સૌમ્ય સ્વરૂપને હંમેશા ઘરમાં રાખો.
- ઘરના મંદિરમાં શનિ, રાહુ, કેતુ અથવા અન્ય કોઈ ગ્રહ દેવતાના ચિત્રો ક્યારેય ન રાખવા જોઈએ.