બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / ગુજરાતમાં ફરી ઉંચકાયો ગરમીનો પારો, 41.4 ડિગ્રી સાથે મહુવા બન્યું સૌથી ગરમ શહેર, ક્યાં કેટલું તાપમાન

હીટવેવ / ગુજરાતમાં ફરી ઉંચકાયો ગરમીનો પારો, 41.4 ડિગ્રી સાથે મહુવા બન્યું સૌથી ગરમ શહેર, ક્યાં કેટલું તાપમાન

Last Updated: 10:51 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એક વખત લોકોએ અંગ દઝાડતી ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો છે. છેલ્લા બે દિવસ બાદ તાપમાનમાં ફરી એક વખત વધારો થતા ગરમીનું પ્રમાણ વધ્યું હતું.

બે દિવસ બાદ રાજ્યનાં 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાવા પામ્યું છે. ત્યારે રાજ્યમાં ફરી એક વખત ગરમીનો પારો ઉંચકાતા લોકોને બપોરનાં સમયે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેમજ પવનની દિશા બદલાતા અમદાવાદવાસીઓએ આકરી ગરમીનો અહેસાસ કર્યો હતો. ત્યારે આગામી 24 કલાક દરમ્યાન અમદાવાદ તેમજ અન્ય જીલ્લાઓમાં તાપમાનનો પારો 11 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે.

Imd ahmedabad

કમોસમી વરસાદ પડ્યો

હવામાન વિભાગે આગાહી કરી હતી કે, એપ્રિલ મહિનાનાં અંતે તાપમાનનો પાર 40 ડિગ્રીને પાર ગયો હતો. ત્યારે ત્રણ દિવસ અગાઉ સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ પવનની દિશામાં પલ્ટો થવાનાં કારણે પ્રી-મોન્સુન એક્ટિવીટીને લઈ દક્ષિણ ગુજરાતનાં કેટલાક જીલ્લામાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો.

અમદાવાદનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું

ગત રોજ અમદાવાદ શહેરનું તાપમાન 40.5 ડિગ્રી, જૂનાગઢનાં કેશોદનું તાપમાન 41.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.1 અને અમરેલીમાં 41 ડિગ્રી, આણંદમાં 40.9, વડોદરામાં 40.6 અને કંડલામાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું.

વધુ વાંચોઃ કોણ હતા ભાજપના MP વી શ્રીનિવાસ પ્રસાદ? જેમનું 76 વર્ષે નિધન થયું, 4 દિવસથી હતા ICUમાં

પૂર્વ તેમજ દક્ષિણમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, ગુજરાતના પૂર્વ તેમજ દક્ષિણ ભાગમાં અમુક જીલ્લાઓ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત તેમજ તાપી જીલ્લામાં વરસાદની શક્યતાઓ છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા તાપમાનનો પારો 40 ડિગ્રી રહેવા પામ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ