બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / બિઝનેસ / વિશ્વ / એવું શું થયું કે ભારતનો પ્રવાસ પડતો મૂકી એલન મસ્ક પહોંચ્યા ચીન, આખરે શું છે TESLAને લગતો પ્લાન?

બિઝનેસ / એવું શું થયું કે ભારતનો પ્રવાસ પડતો મૂકી એલન મસ્ક પહોંચ્યા ચીન, આખરે શું છે TESLAને લગતો પ્લાન?

Last Updated: 09:50 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk In China Latest News : આ સમાચાર ઘણા લોકો માટે આશ્ચર્યજનક છે કારણ કે એલન મસ્ક પ્રથમ ભારત આવવાના હતા પણ પછી ભારતની યાત્રા મુલતવી રાખી હવે ચીન પહોંચી જતાં....

Elon Musk In China : એલન મસ્કને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, અગાઉ ભારતનો પ્રવાસ મુલતવી રાખ્યા બાદ હવે રવિવારે દુનિયાના સૌથી અમીર લોકોમાંના એક એલન મસ્ક ચીન પહોંચી ગયાના સમાચાર આવ્યા છે. જોકે આ સમાચાર ઘણા લોકો માટે આશ્ચર્યજનક છે કારણ કે એલન મસ્ક પ્રથમ ભારત આવવાના હતા. જોકે ભારત આવવાનો પ્લાન મુલતવી રાખીને તે ચીન પહોંચી ગયા હતા.

એલન મસ્ક અઘોષિત મુલાકાતે ચીન પહોંચ્યા અને ચીનમાં તેમણે ટેસ્લાને લઈને એક નવી યોજના બનાવી છે. તેઓ ફુલ સેલ્ફ ડ્રાઇવિંગ (FSD) સોફ્ટવેરના રોલઆઉટ અને વિદેશમાં ડેટા ટ્રાન્સફર અંગે ચર્ચા કરશે. ડેટા ટ્રાન્સફર દ્વારા તેઓ તેમના ટેસ્લાના FSD અલ્ગોરિધમને તાલીમ આપશે અને તેને સુધારવા પર કામ કરશે.

ચીનના વડાપ્રધાનને મળ્યા એલન મસ્ક

ચીનના મીડિયાને ટાંકીને રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે, તેઓ બેઇજિંગમાં વડાપ્રધાન લી કિઆંગને મળ્યા હતા. આ મીટિંગ દરમિયાન લીએ મસ્કને જણાવ્યું હતું કે ચીનમાં ટેલ્સાના વિકાસને યુએસ-ચીન આર્થિક અને વેપારી સહયોગનું સફળ ઉદાહરણ ગણી શકાય. ચીનના વડાપ્રધાનને મળ્યા બાદ એલન મસ્કે એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી અને ખુશી વ્યક્ત કરી. આ પોસ્ટમાં તેણે ચીનના વડાપ્રધાન સાથેનો ફોટો પણ શેર કર્યો છે.

વધુ વાંચો : આ ગરમી ભૂક્કાં કાઢી નાખશે! IMDએ 13 રાજ્યોમાં આપ્યું હીટવેવ એલર્ટ, શું કહે છે આકરી આગાહી

એલન મસ્કે તેમનો ભારત પ્રવાસ સ્થગિત કર્યો

નોંધનિય છે કે, એલન મસ્ક ભારત આવવાના હતા જેના માટે 22મી તારીખ નક્કી કરવામાં આવી હતી. જોકે બાદમાં મસ્કે ભારતની મુલાકાત મુલતવી રાખી હતી અને પછી એક અઠવાડિયાની અંદર તેઓ અચાનક ભારતના પડોશી દેશ ચીનની મુલાકાતે ગયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ