બ્રેકિંગ ન્યુઝ

logo
logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

VTV / મનોરંજન / લગ્ન કરવાના હતા તારક મહેતાના ગુમ એક્ટર સોઢી, છેલ્લે ATMમાંથી રૂપિયા ઉપાડતા નજરે પડ્યાં

મનોરંજન / લગ્ન કરવાના હતા તારક મહેતાના ગુમ એક્ટર સોઢી, છેલ્લે ATMમાંથી રૂપિયા ઉપાડતા નજરે પડ્યાં

Last Updated: 09:01 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gurucharan Singh Missing: કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના રોશન સિંહ સોઢી એટલે કે ગુરૂચરણ સિંહને લઈને ગાયબ થવાની ખબર આવી હતી. પોલીસને આ મામલે તપાસ દરમિયાન લાસ્ટ લોકેશનની જાણકારી મળી છે.

ટીવીના પોપ્યુલર કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પોપ્યુલર પાત્ર રોશન સિંહ સોઢી એટલે કે ગુરૂચરણ સિંહને ગાયબ થયે 6 દિવસ થઈ ચુક્યા છે. 26 એપ્રિલે આવેલી તેમની મિસિંગ કમ્પલેને બધાને ચોંકાવી દીધા હતા.

sodhi-1

તેમના પિતા હરગીત સિંહે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે અને કિડનેપિંગનો કેસ નોંધાવ્યો જ્યાર બાદ તપાસ હાથ ધરી છે. આ સમય દરમિયાન અમુક નવી જાણકારી સામે આવી છે તેમનું લાસ્ટ લોકેશન અને એટીએમથી અમુક પૈસા ઉપાડવાની વાત સામે આવી છે. ખબર એ પણ છે કે એક્ટર લગ્નની તૈયારી કરી રહ્યા હતા.

એક્ટર ગુરૂચરણ સિંહના ગાયબ થવાના મામલાની તપાસ પોલીસ કરી રહી છે. જણાવી દઈએ કે 22 એપ્રિલે તેમને દિલ્હી એરપોર્ટ જવાનું હતું. દિલ્હીથી તેમને મુંબઈની ફ્લાઈટ પકડવાની હતી. પરંતુ તે એરપોર્ટની તરફ ગયા જ નહીં. સીસીટીવી ફુટેજમાં એક્ટરને દિલ્હીના પાલમ સહિત ઘણા અન્ય વિસ્તારોમાં ખભે બેગ લટકાવી ચાલતા જતા જોવામાં આવ્યા છે.

sodhi-2

પોલીસને મળેલી જાણકારી અનુસાર ગુરૂચરણે 24 એપ્રિલે દિલ્હીના પાલન સ્થિત ATMથી લગભગ 7 હજાર રૂપિયા પણ ઉપાડ્યા હતા. જે તેમના ઘરથી અમુક જ કિમી દૂર છે. ત્યાર બાદથી તેમનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. એટલે કે એક્ટર 24 અપ્રિલ સુધી દિલ્હીમાં હાજર હતા અને પછી તેમનો મોબાઈલ બંધ થઈ ગયો. એટલે સ્પષ્ટ છે કે 24 તારીખે જ તે પાલમ સ્થિત પોતાના ઘરથી લગભગ 2થી3 કિમી દૂર લોકેશન પર હાજર હતા.

વધુ વાંચો: શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન

લગ્નની તૈયારી કરી રહ્યા હતા એક્ટર

પોલીસ તપાસમાં જે વાત સામે આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ગુરૂચરણ સિંહ લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા હતા અને ત્યાં જ બીજી તરફ તે આર્થિક તંગીથી ઝઝુમી રહ્યા હતા. હવે આ બધાની વચ્ચે તેમનું અચાનક ગાયબ થવું ઘણા સવાલ ઉભા કરી રહ્યું છે. પોલીસે જણાવ્યા અનુસાર તેમની ફ્લાઈટનો સમય 8.30 વાગ્યાનો હતો પરંતુ ફોનમાં છેલ્લુ લોકેશન પાલમની નજીક 9.14 વાગ્યાનું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ