બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / પોઇચા: 20 કલાકની જહેમત બાદ અંતે એક મૃતદેહ NDRFને હાથ લાગ્યો, એકનો આબાદ બચાવ, હજુ 6ની શોધખોળ શરૂ

દુર્ઘટના / પોઇચા: 20 કલાકની જહેમત બાદ અંતે એક મૃતદેહ NDRFને હાથ લાગ્યો, એકનો આબાદ બચાવ, હજુ 6ની શોધખોળ શરૂ

Last Updated: 10:37 AM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાનાં પોઈચા ખાતે સાત લોકો નદીમાં ડૂબવા મામલે એનડીઆરએફની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય 6 લોકોનાં મૃતદેહ શોધવાની કવાયત એનડીઆરએફ દ્વારા હાથ ધરવામાં આવી છે.

વડોદરાનાં પોઈચા ખાતે ગત રોજ નર્મદા નદીમાં ન્હાવા ગયા હતા. તે દરમ્યાન અચાનક સાત લોકો નદીમાં ડૂબી જવા પામ્યા હતા. જે બાદ એનડીઆરએફ દ્વારા તપાસ હાથ ધરતા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. એનડીઆરએફની ટીમ મૃતદેહ લઈ કિનારે પહોંચી હતી. જે બાદ મૃતદેહની ઓળખવિધિ કરતા આ મૃતદેહ ભાવેશ દહીયાનો હોવાનું જાણવા મળ્યું હતુ. એનડીઆરએફ દ્વારા અન્ય છ લોકોને શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતુ

જાણવા મળતી માહિતી મુજબ સણિયા હેમદ ગામે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં થોડા દિવસ પહેલા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવત સપ્તાહ પૂર્ણ થયા બાદ ભરતભાઈ તેમજ સોસાયટીનાં બાળકો તેમજ કિશોરો પોઈચા ત્રિવેણી સંગમ ખાતે ન્હાવા ગયા હતા.

તમામ સગા સંબંધીઓ હતા

સુરત પોઈચા ખાતે નર્મદા નદીમાં સુરતનાં 8 લોકો ડૂબ્યા હતા. એક જ સોસાયટીનાં 8 લોકો ડૂબ્યા હતા. આઠમાંથી આકો બલદાણીયા પરિવાર પાણીમાં ડૂબ્યો હતો. તમામ સગા સબંધીઓ હતા. સુરતનાં સણીયા હેમાદ ખાતે આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીનાં રહેવાસી છે. નર્મદામાં બનેલી ઘટનાથી પરિવાર અજાણ છે.

વધુ વાંચોઃ ગુજરાતમાં ઘટ્યું માવઠાનું જોર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નહિવત

હજુ ન મળેલ લોકોના નામ

ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (ઉ.વર્ષ.45, પિતા)

આરનવ ભરતભાઈ બલદાણિયા (ઉ.વર્ષ.12, દીકરો)

મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા (ઉ.વર્ષ. 15) દીકરો

વ્રજ હિંમતભાઈ બલદાણિયા (ઉ.વર્ષ. 11, પિતરાઈ ભાઈ)

આર્યન રાજુભાઈ ઝીંઝાળા (ઉ.વર્ષ.7, ભાણિયો)

ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉ.વર્ષ.15, પિતરાઈ ભાઈ)

ભાવેશ વલ્લભભાઈ હડિયા (ઉ.વર્ષ.15, પિતરાઈ ભાઈ)

સંકળાયેલા મુદ્દાઓ

NDRF team Poicha Vadodara News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ