બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મોબાઇલ નંબર બંધ કરવા મુદ્દે મળતી ધમકી પર એડ્વાઇઝરી જાહેર, ટેલિકોમ વિભાગે કહ્યું 'કરો ફરિયાદ'

તમારા કામનું / મોબાઇલ નંબર બંધ કરવા મુદ્દે મળતી ધમકી પર એડ્વાઇઝરી જાહેર, ટેલિકોમ વિભાગે કહ્યું 'કરો ફરિયાદ'

Last Updated: 11:45 AM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Department of Telecommunications Latest News : હાલમાં ઘણા લોકોને એવા કોલ આવી રહ્યા છે જેમાં કહેવામાં આવે છે કે, ટેલિકોમ્યુનિકેશન વિભાગ તેમના મોબાઈલ નંબરને ડિસ્કનેક્ટ કરી દેશે, પણ જાણી લેજો શું કહ્યું ટેલિકોમ્યુનિકેશન વિભાગે ?

Department of Telecommunications : હાલના સમયમાં છેતરપિંડીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં અલગ-અલગ બહાના બતાવી લોકોને છેતરવામાં આવી રહ્યા છે. આ સાથે હાલમાં ઘણા લોકોને એવા કોલ આવી રહ્યા છે જેમાં કહેવામાં આવે છે કે, ટેલિકોમ્યુનિકેશન વિભાગ તેમના મોબાઈલ નંબરને ડિસ્કનેક્ટ કરી દેશે. કેટલાક કિસ્સાઓમાં ધમકીઓ પણ આપવામાં આવે છે કે તેમના મોબાઇલ નંબરનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે. આને ધ્યાનમાં રાખીને ટેલિકોમ્યુનિકેશન વિભાગે એક એડવાઈઝરી જાહેર કરીને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. મહત્વનું છે કે, ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે તે આવા કૉલ્સ કરતું નથી. વિભાગે વિદેશી મૂળના મોબાઈલ નંબરો પરથી આવતા વોટ્સએપ કોલ અંગે પણ સાવચેત રહેવા જણાવ્યું છે, જેમાં છેતરપિંડી કરનારા લોકો સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરે છે.

આવો જાણીએ શું કહ્યું ટેલિકોમ વિભાગે ?

ટેલિકોમ્યુનિકેશન વિભાગે કહ્યું છે કે, સાયબર ગુનેગારો વ્યક્તિગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે અને આવા કોલ દ્વારા લોકોને સાયબર અપરાધ અને નાણાકીય છેતરપિંડી કરવા માટે ધમકાવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અથવા TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ કોઈને પણ તેમના વતી આવા કૉલ્સ કરવા માટે અધિકૃત કર્યા નથી.

આવા ફોન આવે ત્યારે ફરિયાદ કેવી રીતે કરવી ?

લોકોને સતર્ક રહેવાની અપીલ કરતાં વિભાગે કહ્યું, 'કૃપા કરીને સંચાર સાથી પોર્ટલ www.sancharsaathi.gov.in/sfc પર આવી કોઈ છેતરપિંડીની જાણ કરો. આવી માહિતી મેળવવાથી વિભાગને સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડીનો સામનો કરવામાં મદદ મળે છે. વિભાગે કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમ અથવા નાણાકીય છેતરપિંડીનો શિકાર બન્યો હોય, તો તેણે તેના વિશે સાયબર ક્રાઈમ હેલ્પ નંબર 1930 અથવા www.cybercrime.gov.in પર જાણ કરવી જોઈએ.

વધુ વાંચો : મુંબઇગરા આજે આ રસ્તેથી પસાર ન થતા, યોજાશે PM મોદીનો 2.5 કિમીનો લાંબો રોડ શો, જાણો રૂટ

8 હજારથી વધુ મોબાઈલ નંબર કર્યા બ્લોક

આ સાથ વિભાગે જણાવ્યું હતું કે, આ વર્ષે 30 એપ્રિલ પછી 10,834 શંકાસ્પદ મોબાઈલ નંબરો ટેલિકોમ કંપનીઓ પાસેથી ફરીથી વેરિફિકેશન કરવામાં આવ્યા છે. જેમાંથી 8,772 મોબાઈલ નંબર રિ-વેરિફિકેશનના અભાવે બ્લોક કરવામાં આવ્યા છે. આ સિવાય સાયબર ક્રાઈમ અને નાણાકીય છેતરપિંડીમાં સંડોવાયેલા 1.86 લાખ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Department of Telecommunications Threats Alert Mobile Number
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ