બ્રેકિંગ ન્યુઝ

logo
logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

VTV / ભારત / આ ગરમી ભૂક્કાં કાઢી નાખશે! IMDએ 13 રાજ્યોમાં આપ્યું હીટવેવ એલર્ટ, શું કહે છે આકરી આગાહી

હવામાન અપડેટ / આ ગરમી ભૂક્કાં કાઢી નાખશે! IMDએ 13 રાજ્યોમાં આપ્યું હીટવેવ એલર્ટ, શું કહે છે આકરી આગાહી

Last Updated: 08:58 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Forecast Latest News : દેશના ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકોને ગરમીથી રાહત નહિ મળે, જાણો શું છે હવામાનની આગાહી

IMD Forecast News: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકોને ગરમીથી રાહત મળવાની નથી. હવામાન વિભાગે કહ્યું છે કે, આસામ, મેઘાલય, ત્રિપુરા, કેરળ, માહે અને તટીય કર્ણાટકમાં ભેજ અને ગરમ હવામાનને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પૂર્વી ઉત્તર પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છ, હિમાલયન પશ્ચિમ બંગાળ, કોંકણ અને ગોવા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, રાયલસીમા અને આંતરિક કર્ણાટકમાં લોકોને ગરમીનો સામનો કરવો પડશે.

મહત્વનું છે કે, બિહારના 18 જિલ્લામાં ગરમીનું મોજુ પ્રવર્તી રહ્યું છે. પટના, ઔરંગાબાદ, શેખપુરા, નવાદા, મુઝફ્ફરપુર જેવા જિલ્લાઓમાં ગરમીની લહેર પ્રવર્તી રહી છે. લખનૌ હવામાન કેન્દ્રએ પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગરમીના મોજાની યલો એલર્ટ ચેતવણી જારી કરી છે. દિલ્હીમાં તાપમાન 40ને પાર જઈ રહ્યું છે અને અત્યારે વરસાદની કોઈ શક્યતા નથી.

આ તરફ IMD અનુસાર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં વીજળી સાથે તોફાન, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને કરા પડવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં તેજ પવન સાથે વીજળી પડવાની છે. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં જોરદાર પવન પણ ફૂંકાશે. દિલ્હી-એનસીઆર, હરિયાણા અને ચંદીગઢમાં લોકોને વીજળીની સાથે ધૂળની ડમરીઓનો સામનો કરવો પડશે. પશ્ચિમ રાજસ્થાન, પૂર્વી મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, તટીય આંધ્રપ્રદેશમાં વીજળીના ચમકારા સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે.

વધુ વાંચો : શું આસામમાં EVM પર પોલિંગ એજન્ટે ભાજપને આપ્યો 5 વખત વોટ? વાયરલ વીડિયોએ મચાવ્યો ભારે હોબાળો

હવામાન વિભાગે કહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ, કેરળ, હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને લક્ષદ્વીપમાં વીજળી પડવાની છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ થવાનો છે. ઉત્તર હરિયાણા અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં હળવો વરસાદ અને તોફાન થવાની શક્યતા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ