બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / મહારાષ્ટ્રનું માઉન્ટ એવરેસ્ટ, જેને જોઈને આનંદ મહિન્દ્રા મંત્રમુગ્ધ થઈ ગયા?

કલસુબાઈ શિખર / મહારાષ્ટ્રનું માઉન્ટ એવરેસ્ટ, જેને જોઈને આનંદ મહિન્દ્રા મંત્રમુગ્ધ થઈ ગયા?

Last Updated: 10:28 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પર્વતમાળાની ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ 5,400 ફૂટ છે.

Maharashtra Kalsubai peak: કલસુબાઈ શિખરને મહારાષ્ટ્રનું માઉન્ટ એવરેસ્ટ કહેવામાં આવે છે. તમે તેને સર કરી ગયા તો માનો કે મહારાષ્ટ્રમાં તમારાથી ઉપર કોઇ નથી. વાસ્તવમાં તાજેતરમાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પર્વતમાળા સાથે સંબંધિત એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે લખ્યુ કે, હું ઘણીવાર ઇગતપુરી ગયો છું. પરંતુ આ સ્થળ અને તેની સુંદરતા વિશે ક્યારેય સાંભળ્યું નથી, આપણે જીવનમાં એક વાર અહીં મુલાકાત લેવાનો સમય ચોક્કસ કાઢવો જોઈએ. "

આ પર્વતમાળાની ઊંચાઈ કેટલી છે?

કોઈપણ પ્રવાસીને આકર્ષનાર આ નયનરમ્ય પર્વતમાળાની ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ 5,400 ફૂટ છે. તમે અહીં શિખર પરથી બરફ ભલે જોઇ ના શકો પરંતુ આસપાસની હરિયાળી અને વાદળોની છાયા ચોક્કસપણે તમને અપાર આનંદની અનુભૂતિ કરાવશે. જો તમે પણ પ્રાકૃતિક દ્રશ્યો જોવાના શોખીન છો અથવા ટ્રેકિંગનો શોખ ધરાવો છો, તો તમે એક વખત ભારતમાં આ જગ્યાની મુલાકાત ચોક્કસ લઈ શકો છો. તમને જણાવી દઈએ કે કલસુબાઈ પર્વત મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના આલોકા તાલુકામાં સ્થિત છે અને તેને 'મહારાષ્ટ્રનું એવરેસ્ટ' પણ કહેવામાં આવે છે.

ટ્રેકિંગ માટે ક્યારે મુલાકાત લેવી?

ટ્રેકિંગના શોખીન લોકો માટે કલસુબાઈ પર્વત કોઈ સ્વર્ગથી ઓછો નથી. સ્થિતિ એવી છે કે લોકો અહીં દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ ટ્રેકિંગ કરતા જોવા મળે છે. કલસુબાઈના શિખર પરથી ઉગતા સૂર્યને જોવાનો અહેસાસ પણ પોતાનામાં ખૂબ જ ખાસ છે, જેના માટે જો તમે અહીં ફરવા માંગતા હોવ તો જુલાઈથી સપ્ટેમ્બર મહિનો શ્રેષ્ઠ છે. જોકે પર્વતારોહણ માટે ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે ચોમાસા પછીનો સમય વધુ સારો માનવામાં આવે છે.

વધુ વાંચો: મહાદેવ બેટિંગ એપ કેસમાં SITની મોટી કાર્યવાહી, એક્ટર સાહિલ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ

કલસુબાઈ પર્વત કેવી રીતે જવું

મુંબઈથી માઉન્ટ કલસુબાઈ જવા માટે કસારા સુધી લોકલ ટ્રેન ચાલે છે, ત્યારબાદ તમે જીપની મદદથી બારી ગામ પહોંચી શકો છો અથવા તમે પેસેન્જર ટ્રેનની મદદથી ઈગતપુરી પણ જઈ શકો છો, જ્યાંથી પેસેન્જર વાહનોમાં તમે બારી ગામ સુધી જઇ શકો છો જે કલસુબાઈ પર્વતનું પાયાનું ગામ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ