બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

logo

GSEB SSC Result 2024: ધો. 10ના પરિણામમાં વિદ્યાર્થિનીઓ અવ્વલ, બે કેન્દ્રોમાં 100 ટકા પરિણામ

VTV / મનોરંજન / તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

VIDEO / તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

Last Updated: 11:00 AM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીની પ્રખ્યાત કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ હાલમાં લાપતા છે, હવે પોલીસને CCTV ફૂટેજ મળ્યા છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'રોશન સિંહ સોઢી' એટલે કે ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી લાપતા છે. અભિનેતાના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. તેનો પરિવાર તેને શોધવા માટે તમામ પ્રયાસ કરી રહ્યો છે. પોલીસ પણ ગુરુચરણ સિંહની શોધમાં સતત પ્રયાસો કરી રહી છે. તેના અપહરણની શંકા સેવાઈ રહી છે. ત્યારે પોલીસને એક CCTV ફૂટેજ મળ્યા છે, જેના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

સામે આવ્યા CCTV ફૂટેજ

સામે આવેલા આ ફૂટેજ અનુસાર, ગુરુચરણ સિંહ રાત્રે 9.14 વાગ્યે દિલ્હીના પાલમ વિસ્તારમાં પરશુરામ ચોકમાં ક્યાંક ચાલતા જોઈ શકાય છે. CCTVમાં ગુરુચરણ ચાલીને કશે જતા દેખાઈ રહ્યા છે, તેની પીઠ પર બેગ છે. આજે દિલ્હી પોલીસ ગુરુચરણ સિંહની બેંક વિગતોની તપાસ કરશે, જેમાંથી દિલ્હી પોલીસને ઘણી કડીઓ મળી શકે છે.

જાણકારી અનુસાર, અભિનેતા ગુરચરણ સિંહ 22 એપ્રિલથી લાપતા છે. પોલીસે આ મામલામાં અપહરણનો ગુનો નોંધ્યો છે. પોલીસે IPC ની કલમ 365 હેઠળ FIR પણ નોંધી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ગુરચરણ 22 એપ્રિલની સવારે મુંબઈ જવા નીકળ્યો હતો. તેની દિલ્હી એરપોર્ટથી 8:30 વાગ્યે ફ્લાઈટ હતી, પરંતુ તેણે ફ્લાઈટ લીધી ન હતી અને મુંબઈ નથી પહોંચ્યો.

25 એપ્રિલે બપોરે 3 વાગ્યે અભિનેતાના પિતાએ દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસના હાથે હવે સીસીટીવી ફૂટેજ લાગ્યા છે, જેમાં ગુરચરણ સિંહ જતા જોવા મળે છે. 24 એપ્રિલ સુધી અભિનેતાનો ફોન પણ કામ કરતો હતો, પરંતુ હવે તે સ્વીચ ઓફ હોવાનું જણાવી રહ્યું છે. જ્યારે પોલીસે ફોનના ટ્રાન્ઝેક્શન કઢાવ્યા તો તેમને ઘણી અટપટી વસ્તુઓ મળી.

વધુ વાંચો: મહાદેવ બેટિંગ એપ કેસમાં SITની મોટી કાર્યવાહી, એક્ટર સાહિલ ખાનની મુંબઈ પોલીસે કરી ધરપકડ

પિતાએ કહી આવી વાત

અહેવાલો અનુસાર, ગુરચરણની માતા લાંબા સમયથી બીમાર છે. તેણી પણ હોસ્પિટલમાં દાખલ હતી. પિતાએ કહ્યું કે હવે તે ઠીક છે અને ઘરે છે. આરામ કરી રહી છે. પરિવાર હાલ ગુરચરણને લઈને ચિંતિત છે. પરંતુ દરેક વ્યક્તિ સકારાત્મક અભિગમ સાથે ચાલી રહ્યા છે. દરેક વ્યક્તિને કાયદો અને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ગુરચરણ સિંહના પિતા હરગીત સિંહે કહ્યું હતું કે- SHOએ મને ફોન કર્યો હતો અને તેમણે મને આશ્વાસન આપ્યું છે કે તે ગુરચરણને જલ્દી શોધી લેશે અને મને આશા છે કે ગુરચરણ ઠીક હશે અને તે ખુશ હશે. તે અત્યારે જ્યાં પણ હોય, ભગવાન તેનું ભલું કરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ