ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / udit narayan discarded the heart attack news about him

સ્પષ્ટતા / ભારતના દિગ્ગજ સિંગરને હાર્ટ ઍટેક આવ્યો હોવાની અફવા ફેલાઈ, સ્પષ્ટતા કરતાં કહ્યું હું તો હસી રહ્યો છું

Published By: Jaydeep Shah

Last Updated: 03:12 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગર ઉદિત નારાયણને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચારો સામે આવ્યા હતા, જેને સિંગરે ખોટા જણાવ્યા છે.

ADVERTISEMENT

  • સિંગર ઉદિત નારાયણને હાર્ટ એટેક આવ્યાની ફેલાઈ હતી અફવા 
  • આટલું હસતાં વ્યક્તિને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે : ઉદિત નારાયણ 
  • સિંગરના મેનેજરે નેપાળથી અફવા ફેલાઈ હોવાની કરી વાત 

સિંગર ઉદિત નારાયણને હાર્ટ એટેક આવ્યાની ફેલાઈ હતી અફવા 

ઉદિત નારાયણ ફેન્સના દિલો પર રાજ કરે છે. સિંગરના ગીત અને તેમનો અવાજ આજે પણ લોકોનાં દિલમાં વસેલો છે. આવામાં જ્યારે ઉદિત નારાયણને હાર્ટ એટેક આવવાના સમાચારો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, તો તેમના ફેન્સના હોશ ઊડી ગયા. પણ રાહતની વાત એ છે કે ઉદિત નારાયણ બિલકુલ ઠીક છે. સિંગરે હવે હાર્ટ એટેકના સમાચારો પર પ્રતિક્રિયા આપી છે. 

હાર્ટ એટેક પર શું બોલ્યા ઉદિત નારાયણ?
ઉદિત નારાયણે હાર્ટ એટેક વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યૂમાં આ બધા જ સંચારોને ખોટા જણાવ્યા છે. સિંગરે કહ્યું કે તેઓ આટલું હસે છે, તો પછી તેમને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે છે? ઉદિત નારાયણે કહ્યું કે - હું તો હસી રહ્યો છું. દશેરાના તહેવાર પર આ પ્રકારની નેગેટિવ અફવાઓને કારણે મારી ઉંમર વધી ગઈ છે, જે વ્યક્તિ આટલું હસે છે, તેને હાર્ટ એટેક કેવી રીતે આવી શકે? કાલે જ મને દીપાલીએ પણ ફોન કરીને કહ્યું કે મારા વિશે આ ખરાબ સમાચાર છે. લોકો તેને કોલ અને મેસેજ કરીને હાર્ટ એટેક વિશે પૂછી રહ્યા છે. મને પણ સતત ફોન આવી રહ્યા છે. 

ઉદિત નારાયણે આગળ કહ્યું કે - ઘણી વાર લોકો વિશે આવી અફવાઓ ફેલાતી રહે છે, જે સાંભળીને દુઃખ થાય છે. મને સમજાતું નથી કે આખરે શા માટે કોઈએ આવું કર્યું હશે. મેં ફેમિલી ગ્રૂપમાં પણ વિડીયો બનાવીને મારા તંદુરસ્ત હોવાના સમાચાર આપી દીધા છે. આ પહેલા પણ 2011માં અમુક ગુંડાઓ પકડાયા હતા, જેમણે કહ્યું હતું કે મને મારવાના પૈસા આપવામાં આવ્યા છે. ત્યારે પરિવારજનો ટેન્શનમાં આવી ગયા હતા. મને ખુદ કોઈ ફરક પડતો નથી, પણ પરિવારજનો પરેશાન થઈ જાય છે. 

કેવી રીતે ફેલાઈ હાર્ટ એટેકની અફવા?
ઉદિત નારાયણ પહેલા તેમના મેનેજરે પણ આ સમાચારોને ખોટા જણાવ્યા હતા. મેનેજરે એમ પણ જાણકારી આપી હતી કે આખરે કેવી રીતે ઉદિત નારાયણના હાર્ટ એટેક્ની અફવા વાયરલ થઈ. સિંગરના મેનેજરે જણાવ્યું - અમને લાગે છે કે નેપાળથી આ અફવાઓ ફેલાવવામા આવી છે, કેમકે જે નંબરથી આ મેસેજ સર્ક્યુલેટ થયા છે, તે નેપાળનો જ કોડ નંબર છે. ઉદિતજી  ચિંતામાં છે કે આખરે કોણ અને શા માટે આવા ખોટા સમાચારો આપીને લોકોને પરેશાન કરી રહ્યું છે. 

ઉદિત નારાયણને હાર્ટ એટેક આવ્યાના સમાચારે તેના તમામ ચાહકોના દિલ તોડી નાખ્યા. પરંતુ હવે ગાયકની રિકવરી અંગેનું સત્ય જાણીને સૌએ રાહતનો શ્વાસ લીધો છે. હંમેશા હસતા રહેતા ઉદિત નારાયણના ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Udit Narayan ઉદિત નારાયણ Vodafone Idea entertainment recharge plans

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ