બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / અન્ય જિલ્લા / 2,000 નવી આંગણવાડી બનશે, બજેટમાં નાણા મંત્રી કનુ દેસાઈનું એલાન
Last Updated: 02:42 PM, 18 February 2026
આ વર્ષે રાજ્ય સરકારે આંગણવાડી તંત્રને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળ શિક્ષણના સ્તંભ તરીકે વિકાસિત કરવા માટે કાર્ય ચાલી રહ્યું છે. ભૌતિક સુવિધાઓ તેમજ ડિજિટલ માળખામાં વિસ્તરણના ભાગરૂપે, નવા બે હજાર આંગણવાડી કેન્દ્રોના નિર્માણ માટે ₹360 કરોડની ખાસ જોગવાઇ કરવામાં આવી છે, જે રાજ્યના બાળ વિકાસ અને શિક્ષણક્ષેત્રે એક મહત્વપૂર્ણ પ્રગતિનો સંકેત છે.
ADVERTISEMENT

રાજ્ય સરકારે લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને સ્વસ્થ સમાજ નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. “પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)” હેઠળ અત્યાર સુધીમાં 2 કરોડ 72 લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે. ખાસ કરીને 68 લાખથી વધુ લોકો કેશલેસ સારવાર પ્રાપ્ત કરી શક્યા છે, જે આ યોજનાની અસરકારકતા દર્શાવે છે. આરોગ્ય ક્ષેત્રે સુધારા લાવવા માટે ₹3472 કરોડની વિશાળ જોગવાઇ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ નાગરિકોને સુગમ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે.
ADVERTISEMENT

કઈ કઈ સુવિધા શરૂ કરવાનું આયોજન
ADVERTISEMENT
ગરીબ અને મધ્યમવર્ગના દંપતીઓને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેન્ટરના વિસ્તૃતિકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન છે.
આ પણ વાંચોઃ ગુજરાત માટે ₹4.08 લાખ કરોડનું બજેટ રજૂ, 10 ટકાનો વધારો, જાણો મોટી જાહેરાતો
ADVERTISEMENT
આગામી દાયકાઓમાં ગુજરાતના વિકાસમાં કૃત્રિમ બુદ્ધિ (AI) અને ટેકનોલોજીની ભૂમિકા વધુ સ્પષ્ટ થશે. યુવા પ્રતિભા માટે નવી તકનીકી તાલીમ અને રિસર્ચ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે, જે તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે. સેમી કન્ડક્ટર્સ, હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશન હબ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે, જ્યારે કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન અને શહેરી આયોજનમાં ડિજિટલ ઉકેલો શહેરોની કાર્યક્ષમતા વધારશે. તેમજ રીન્યુએબલ એનર્જી અને હરિત ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને પર્યાવરણ રક્ષામાં યોગદાન આપવામાં આવશે. આ તમામ પ્રયત્નો ગુજરાતને 2047 સુધી આત્મનિર્ભર અને પ્રગતિશીલ રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં મુખ્ય કારક બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.