બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / વેનેજુએલા અન ઈરાન પછી ટ્રમ્પનો નેક્સ્ટ ટાર્ગેટ....., કહ્યું 'આઝાદ કરાવીશ કે કબ્જો કરીશ'

વર્લ્ડ / વેનેજુએલા અન ઈરાન પછી ટ્રમ્પનો નેક્સ્ટ ટાર્ગેટ....., કહ્યું 'આઝાદ કરાવીશ કે કબ્જો કરીશ'

Jinal Chauhan

Last Updated: 09:08 AM, 28 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરેબિયન દેશ ગંભીર આર્થિક અને ઉર્જા સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. બાહ્ય દબાણ અને કૂટનિતીક વાતચીત સાથે સાથે ચાલી રહી છે. ક્ષેત્રિય રાજકારણમાં ફેરફારની સંભાવના વધી છે.

કેરેબિયન દેશ ગંભીર આર્થિક અને ઉર્જા સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. બાહ્ય દબાણ અને કૂટનિતીક વાતચીત સાથે સાથે ચાલી રહી છે. ક્ષેત્રિય રાજકારણમાં ફેરફારની સંભાવના વધી છે.આવનારા સમયમાં આ મુદ્દો આંતરરાષ્ટ્રીય શક્તિ અને રણનીતિક પ્રભાવને ધ્યાનમાં રાખતા મહત્વનો સાબિત થઈ શકે છે.

અમેરિકન રાષ્ટ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક રાજકારણમાં એક નવો મોરચો ખોલવાનો સંકેત આપ્યો છે. મિયામીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા ટ્રમ્પે સ્પષ્ટ રીતે કહ્યું કે ઈરાન અને વેનેજુએલા પછી હવે ક્યૂબાનો વારો છે. તેમણે આ સ્પષ્ટ નથી કર્યું કે અમેરિકા ક્યુબા સામે શું પગલાં લેશે પરંતુ તેમણે કહ્યું કે ક્યારેક મજબૂત સેના ઉપયોગમાં લેવી પડે છે.

trump-normal

વેનેઝુએલામાં નિકોલસ મદુરોની સરકાર ગયા પછી ક્યુબા પહેલાથી જ ગંભીર આર્થિક અને ઉર્જા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. હવે ટ્રમ્પના નિવેદનથી ત્યાંની સરકાર વધુ ચિંતિત થઈ ગઈ છે. ટ્રમ્પે પોતાની સૈન્ય શક્તિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “મેં ખૂબ મોટી સેના બનાવી છે. મેં કહ્યું હતું કે તેનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે પણ ક્યારેક કરવી પડે છે. અને હવે ક્યુબા આગળ છે.”

ટ્રમ્પે ક્યુબાની સ્થિતિ વિશે કહ્યું કે તે “ફ્રેન્ડલી ટેકઓવર” એટલે કે શાંતિપૂર્ણ રીતે કબજો કરવાની શક્યતા હોઈ શકે છે પરંતુ સાથે જ તેમણે ચેતવણી આપી કે એવું ન પણ થાય. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમના પાસે ક્યુબા સાથે “કંઈપણ” કરવાની ક્ષમતા છે અને તેઓ તેને “આઝાદ” કરવાનું અથવા “કબજો” કરવાનો સન્માન મેળવવા માંગે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર મોટો હુમલો, યુરેનિયમ પ્રોસેસિંગ યુનિટને બનાવ્યું નિશાન

હાલમાં વેનેઝુએલામાં અમેરિકાના સમર્થનથી થયેલી કાર્યવાહી પછી રાષ્ટ્રપતિ મદુરોને સત્તા છોડવી પડી હતી. તેના કારણે ક્યુબાને મળતું તેલ બંધ થઈ ગયું છે. વેનેઝુએલા લાંબા સમયથી ક્યુબાનો મુખ્ય ઈંધણ આપતુ હતું. આ સપ્લાય બંધ થતાં ક્યુબામાં વીજળી કપાત વધી ગઈ છે અને જરૂરી વસ્તુઓની ભારે અછત ઉભી થઈ છે. જેના કારણે ત્યાંની સરકાર હવે કમજોર બની રહી છે અને પડી શકે તેવી સ્થિતિમાં માનવામાં આવી રહી છે.

ડિપ્લોમેસી અને ‘દબાણ’ની રાજનીતિ

કઠોર નિવેદનો છતાં વાતચીતના રાજકીય રસ્તા હજુ પણ ખુલ્લા છે. એક રિપોર્ટ મુજબ અમેરિકાના અધિકારીઓ અને ક્યુબાના નેતૃત્વ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. અમેરિકાનો મુખ્ય હેતુ ક્યુબાના રાષ્ટ્રપતિ મિગેલ ડિયાઝ-કાનેલને સત્તાથી હટાવવાનો છે. ડિયાઝ-કાનેલે પણ વોશિંગ્ટન સાથે વાતચીત થતી હોવાની પુષ્ટિ કરી છે, કારણ કે હવાણા હાલમાં સીધા સૈન્ય અથડામણથી બચવા માંગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Cuba relations Cuba economic crisis Trump Cuba statement
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ