બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Total solar eclipse will happen after 54 years, 5 zodiac signs will have to face financial crisis!
Last Updated: 09:47 PM, 5 April 2024
આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ, 2024ના રોજ થશે. આમ તો આ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષમાં સૂર્યગ્રહણને ખૂબ જ અશુભ માનવામાં આવ્યુ છે. જ્યોતિષ મુજબ સૂર્યગ્રહણની અસર દેશ અને દુનિયામા તમામ લોકો પર પડે છે. આ વખતનું સૂર્યગ્રહણ મીન અને રેવતી નક્ષત્રમાં થવાનું છે. પૂર્ણ સૂર્યગ્રહણ રાત્રે 9:12 થી 1:25 સુધી થવાનું છે. જે ભારતમાં દેખાશે નહીં. સૂર્યગ્રહણની અસર દરેક રાશિ પર પડે છે પરંતુ પાંચ રાશિ એવી છે જેના જાતકોની સમસ્યાઓમાં વધારો થશે. ચાલો જાણીએ કે એ કઈ રાશિના જાતકો છે જેની પર નકારાત્મક અસર થઈ શકે છે.
ADVERTISEMENT
મીન
સૂર્યગ્રહણ મીન રાશિમાં થવાનું હોવીથી આ રાશિના લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. તેમને સ્વાસ્થ્યની સાથે આર્થિક નુકસાન પણ વેઠવુ પડી શકે છે. જૂના વિવાદથી પણ મુશ્કેલી વધી શકે છે.
મેષ
સૂર્યગ્રહણની અસર મેષ રાશિ પર પડશે. જેનાથી આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. ઈન્વેસ્ટ કરવાનું ટાળવુ જોઈયે કેમ કે આ દરમિયાન આર્થિક નુકસાન થઈ શકે છે.કાર્યસ્થળ પર પડકારો આવી શકે છે.
ADVERTISEMENT
કન્યા
કન્યા રાશિના જાતકો પર સૂર્યગ્રહણ અશુભ અસર થશે, જેનાથી તેમને આર્થિક નુકસાન થઈ શકે છે. જે લોકો વ્યવસાય કરે છે તેમને તે દિવસે કાળજી લેવી. કન્યા રાશિના લોકોના પરિવારના કોઈપણ સભ્યએ પણ સ્વાસ્થ્યને લઈને બેદરકાર ન રહેવુ.
વૃશ્ચિક
સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિના લોકો માટે અશુભ સાબીત થશે. આ રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. ચર્ચા દરમિયાન બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થઈ શકે છે. આ દરમિયાન કાર્યસ્થળ પર પણ સાવધાની રાખવાની જરૂર છે. જો તમે નોકરી કરો છો અને તે બદલવાનું વિચારી રહ્યા છો તો તેને થોડા સમય માટે મુલતવી રાખો.
ADVERTISEMENT
ધન
સૂર્યગ્રહણના કારણે ધન રાશિના લોકોએ કોઈને પણ પૈસા ઉધાર આપવા નહીં. આ સમયગાળા વખતે તમને નુકસાન થઈ શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેને ટાળો. આ સમયગાળા દરમિયાન તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીં તો તમારી પત્ની સાથે સંબંધો બગડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.