ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Today's special darshan of Shamlaji on Janmashtami
ADVERTISEMENT
ADVERTISEMENT
કૃષ્ણ જન્મોત્સવને લઇને કૃષ્ણમંદિરોમાં ભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યું છે. જન્માષ્ટમી પર્વને લઇને ભક્તોમાં અનોખો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીને લઇને મંદિરોમાં તો ભીડ ખરી જ પરંતુ બજારોમાં પણ ભીડ જોવા મળી રહી છે. કૃષ્ણ જન્મની તૈયારી કરવા માટે લોકો ભગવાનના વસ્ત્રો અને આભૂષણો લેવા માટે બજારમાં પહોંચ્યા છે. ત્યારે આવો જાણીએ કૃષ્ણમંદિરોમાં અત્યારે કેવો છે માહોલ..
ADVERTISEMENT
દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર
દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઇને ભક્તોની ઘોડાપુર ઉમટ્યું છે. ભગવાન કાળિયાનાથને નિરખવા ભકતોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. તો બીજી તરફ મંદિરની બહાર બજારમાં પણ ભક્તોની ભીડ જામી છે. ભગવાનને ભેટ અર્પણ કરવા માટે ભક્તો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોની દુકાનોમાં પણ ભીડ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર
ADVERTISEMENT
જન્માષ્ટમીને લઇને શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહી રહ્યો છે. ક્યાંક ક્યાંયથી ભક્તો શામળાજી પહોંચ્યા છે. ત્યારે વીટીવી ન્યૂઝ સાથે અમદાવાદથી આવેલા પરિવારે વાતચીત કરતા જણાવ્યું કે અમે દર વર્ષે અહીં દર્શન કરવા માટે આવીએ છીએ.
ADVERTISEMENT
અમારી મનોકામના પુરી થાય છે. ખરેખર અહીં આવીને ઘણો આનંદ થાય છે. બે વર્ષથી કોરોનાને કારણે આવવા મળ્યુ ન હતું પરંતુ અહીં આવીને મનને શાંતિ મળી રહી છે. મંદિરમાં દર્શન માટે સારી વ્યવસ્થા છે.
ADVERTISEMENT
સોનાવેશમાં શામળાજી
તો આ તરફ શામળાજીમાં જન્માષ્ટમી પર્વને લઇને ભગવાનને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. શામળિયા શેઠને પીળા રંગના વાઘા અને સોનાના આભૂષણોથી ખાસ શણગાર કરવામાં આવ્યો છે. ભક્તો આ વિશેષ શણગારથી સજ્જ શામળિયાના દર્શન કરીને ભાવવિભોર બન્યા છે.
શંખ, ચક્ર, ગદા સાથે વિષ્ણુ અવતારના દર્શન કરવાનો આજે લ્હાવો મળ્યો છે. સોનાવેશમાં શામળાજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ઘરે બેઠા કરો જગતના નાથના દર્શન
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો