બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Today is Ram Navami: Do not do these 4 things even by mistake on this day otherwise there will be hindrances in progress.

Ram Navmi 2024 / આજે છે રામ નવમી: ભૂલથી પણ આજના દિવસે ન કરતા આ 4 કાર્યો, નહીંતર પ્રગતિમાં આવશે અડચણ

Vishal Khamar

Last Updated: 10:11 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં આજે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ધાર્મિક ગ્રંથોના અનુસાર આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. જ્યોતિષ માન્યતા અનુસાર રામનવમીના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને ટાળવી જોઈએ.

સનાતન ધર્મમાં ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમનું બિરુદ આપવામાં આવ્યું છે. વૈદિક કેલેન્ડર મુજબ, રામ નવમીનો તહેવાર દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે રામનવમી 17 એપ્રિલ 2024 બુધવારના રોજ ઉજવવામાં આવી રહી છે. કેટલીક એવી વસ્તુઓ છે જે દરેક ભક્તે રામ નવમીના દિવસે ન કરવી જોઈએ નહીં તો તેની ખરાબ અસર જીવનમાં જોવા મળી શકે છે, તો ચાલો જાણીએ..

1 ફળ અને ફૂલ 

રામનવમીનો ઉત્સવ દેશભરમાં હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં આ દિવસનું ખૂબ મહત્વ છે.  ભૂલથી પણ ભગવાન રામની પુજાના સમયે વાસી અને કરમાયેલા ફળ અને ફૂલનો ઉપયોગ ન કરવો જોઈએ. 

2 તામસિક ખોરાકનું સેવન ન કરવું.

રામનવમીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ તામસિક ખોરાક જેમ કે લસણ, ડુંગળી, માંસ, દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ નહી તો ભગવાન રામ ગુસ્સે થઈ શકે છે અને તમારા જીવનમાં આવનાર સુખ-સમૃદ્ધિ સમાપ્ત થઈ શકે છે.

3 બુઝાયેલ દીવાને ન પ્રગટાવો 

રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા દરમિયાન જો કોઈ કારણસર દીવો ઓલવાઈ જાય તો ભૂલથી પણ તેને ફરીથી ન પ્રગટાવવો. તેના બદલે બીજો નવો દીવો પ્રગટાવો. આવું ન કરવાથી તમારું કરેલું કામ બગડી શકે છે.

વધુ વાંચો: માત્ર પ્રભુ રામલલાને જ નહીં, આ દેવી-દેવતાઓને પણ કરાય છે સૂર્ય તિલક

4 ઝઘડો ન કરવો
રામનવમીના દિવસે ભગવાન રામ માટે વ્રત કરવામાં આવે છે. આ દિવસે તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખવો અને કોઈ પણ વ્યક્તિ સાથે ઝઘડો કરવાથી બચવું નહી તો તમને વ્રતનું ફળ નહી મળે અને તમારી ઈચ્છા અધુરી રહી જશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Ram Navmi 2024 shree ram ધર્મ રામનવમી 2024 શ્રી રામ Ram Navmi 2024
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ