બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / Surya tilak is also done to these deities, Ram Navmi 2024 News

Ram Navmi 2024 / માત્ર પ્રભુ રામલલાને જ નહીં, આ દેવી-દેવતાઓને પણ કરાય છે સૂર્ય તિલક

Priyakant

Last Updated: 08:07 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ram Navmi 2024 Latest News : રામ મંદિર જ નહીં આપણા દેશમાં કેટલાક જૈન મંદિરો અને સૂર્ય મંદિરો છે જ્યાં પહેલેથી જ સૂર્ય તિલક પદ્ધતિનો થઈ રહ્યો છે ઉપયોગ

Ram Navmi 2024 :  આજે રામનવમીનો તહેવાર ખાસ છે. કારણ કે, અયોધ્યામાં ભગવાન રામના દિવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પહેલી રામનવમી છે.રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ નવમીની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ અંતર્ગત રામનવમીના દિવસે રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવશે. આ માટેનો સમય 17મી એપ્રિલે બપોરે 12.00 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ સમયે રામલલાના સૂર્ય અભિષેક કરવામાં આવશે.

આવો જાણીએ કઈ રીતે થશે રામલલાનું સૂર્ય તિલક?
આજે બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો રામલલાના મસ્તક પર પડશે. સતત ચાર મિનિટ સુધી રામલલાની મૂર્તિના કપાળ પર સૂર્ય તિલક કરાશે. એટલે કે સૂર્યપ્રકાશના કિરણો રામલલા પર એવી રીતે પડશે કે જાણે ભગવાન રામને સૂર્ય તિલક લગાવવામાં આવ્યું હોય. વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારના કાચ અને લેન્સ આધારિત ઉપકરણ ડિઝાઈન કર્યું છે. જેના દ્વારા સૂર્યકિરણ સીધા રામલલાની મૂર્તિના કપાળ પર જ પડશે. તેને સત્તાવાર રીતે ‘સૂર્ય તિલક પ્રોજેક્ટ’ નામ આપવામાં આવ્યું છે.લગભગ 100 LED સ્ક્રીન દ્વારા તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ભારતીય પરંપરામાં સૂર્યનું ખૂબ જ મહત્વ છે. સૂર્યને આરોગ્ય આપનાર દેવ પણ કહેવામાં આવ્યા છે. જોકે રામ મંદિર જ નહીં આપણા દેશમાં કેટલાક જૈન મંદિરો અને સૂર્ય મંદિરો છે જ્યાં પહેલેથી જ સૂર્ય તિલક પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે તેમાં એક અલગ પ્રકારની એન્જિનિયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામ મંદિરમાં પણ મિકેનિઝમ સમાન છે, પરંતુ એન્જિનિયરિંગ સંપૂર્ણપણે અલગ છે.

કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિરમાં સીધા દેવીની મૂર્તિ પર પડે છે સૂર્યના કિરણો 
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલું મહાલક્ષ્મી મંદિર કિરણોત્સવ માટે પ્રખ્યાત છે. આ મંદિર સાતમી સદીમાં ચાલુક્ય વંશના શાસક કર્ણદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. કિરણોસ્તવની એક દુર્લભ ઘટના મંદિરમાં જોવા મળે છે, જ્યારે સૂર્યના કિરણો સીધા દેવીની મૂર્તિ પર પડે છે. આવું વર્ષમાં બે વાર થાય છે. 31મી જાન્યુઆરી અને 9મી નવેમ્બરે સૂર્યના કિરણો માતાના ચરણોમાં પડે છે. 1 ફેબ્રુઆરી અને 10 નવેમ્બરે સૂર્યના કિરણો રશ્મિ મૂર્તિના મધ્ય ભાગ પર પડે છે. 2 ફેબ્રુઆરી અને 11 નવેમ્બરે સૂર્યના કિરણો સમગ્ર મૂર્તિ પર પડે છે.  

કોણાર્કના સૂર્ય મંદિરમાંઆ પણ પડે છે સુર્યના કિરણો 
ઓડિશામાં સ્થિત કોણાર્ક સૂર્ય મંદિર તેના સ્થાપત્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. કોણાર્કમાં સૂર્ય ભગવાનને સમર્પિત એક વિશાળ મંદિર છે. ગંગા વંશના મહાન શાસક રાજા નરસિંહદેવ પ્રથમે 13મી સદીના મધ્યમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરને પૂર્વ ભારતનું સ્થાપત્ય અજાયબી અને ભારતની ધરોહરનું પ્રતીક માનવામાં આવે છે. તેનું સ્થાપત્ય એવું છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર પડે છે. પછી સૂર્યપ્રકાશ તેના વિવિધ દરવાજાઓ દ્વારા મંદિરમાં પ્રવેશ કરે છે અને ગર્ભગૃહને પ્રકાશિત કરે છે.

બાલાજી સૂર્ય મંદિરમાં પણ થાય છે આવું 
મધ્યપ્રદેશના દતિયા સ્થિત ઉનાવ બાલાજી સૂર્ય મંદિરમાં દરરોજ સૂર્ય કિરણ સાથે જોડાયેલી એક ઘટના બને  છે. દતિયાથી 17 કિમી દૂર આવેલું આ ખૂબ જ જૂનું મંદિર છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય મંદિર પૂર્વ-ઐતિહાસિક સમયનું છે. પહાડોમાં આવેલા આ સૂર્ય મંદિરમાં સૂર્યોદયનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં સ્થિત મૂર્તિ પર સીધું પડે છે.

ફાઇલ તસવીર

કોબા જૈન તીર્થ ખાતે કરવામાં આવે છે સૂર્ય તિલક
ગુજરાતના પાટનગર અમદાવાદ શહેરમાં સ્થિત કોબા જૈન તીર્થ ખાતે પણ સૂર્ય તિલક કરવામાં આવે છે. કોબા પ્રાચીન જૈન ગ્રંથો પર વિશાળ સંગ્રહ ધરાવવા માટે જાણીતું છે. તેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી શ્રેષ્ઠતાનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. અમદાવાદનું આ મંદિર એવી રીતે બનાવવામાં આવ્યું છે, જ્યાં જૈન ધર્મ અને વિજ્ઞાનનો મેળો થાય છે. અહીં દર વર્ષે 22 મેના રોજ લાખો જૈનોની હાજરીમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના  ભાલે સૂર્ય તિલક થાય છે. આ નજારો અહીં વર્ષ-1987થી જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો: આજે રામનવમીના પાવન દિને ભગવાન રામલલાને કરાશે સૂર્ય તિલક, જાણો કેવી રીતે કરાશે આ પ્રોસેસ

મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્યની મૂર્તિ પર પડે છે કિરણો 
ગુજરાતના મહેસાણાથી લગભગ 25 કિમી દૂર મોઢેરા ગામમાં સૂર્ય મંદિર છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ મુજબ આ મંદિર 1026-27 એડીમાં ચાલુક્ય વંશના ભીમના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. મંદિરને એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે 21 માર્ચ અને 21 સપ્ટેમ્બરે સૂર્યના કિરણો સીધા મંદિરમાં પ્રવેશ કરે અને સૂર્યની મૂર્તિ પર પડે. આ મંદિર આજે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જાળવવામાં આવેલ એક સંરક્ષિત સ્મારક છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ