બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Happy Birthday Rohit Sharma: એમ જ નથી કહેવાતો હિટમેન! ક્રિકેટમાં રોહિતના નામે છે આ 5 ઐતિહાસિક રેકોર્ડ, જેને તોડવા મુશ્કેલ

ક્રિકેટ / Happy Birthday Rohit Sharma: એમ જ નથી કહેવાતો હિટમેન! ક્રિકેટમાં રોહિતના નામે છે આ 5 ઐતિહાસિક રેકોર્ડ, જેને તોડવા મુશ્કેલ

Last Updated: 08:24 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હીટમેને તેના ક્રિકેટ કરિયરમાં ઘણા એવા ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા છે જેને તોડવો લગભગ અશક્ય છે. ચાલો જાણીએ આવા જ રેકોર્ડ વિશે...

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા 37 વર્ષનો થઈ ગયો છે. રોહિત ગુરુનાથ શર્માનો જન્મ 30 એપ્રિલ 1987 ના રોજ નાગપુર, મહારાષ્ટ્રમાં થયો હતો. રોહિત શર્માને તેની રમતના આધારે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણવામાં આવે છે અને તે ODI ફોર્મેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. હીટમેને તેના ક્રિકેટ કરિયરમાં ઘણા એવા ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા છે જેને તોડવો લગભગ અશક્ય છે. ચાલો જાણીએ આવા જ રેકોર્ડ વિશે...

3 બેવડી સદી ફટકારી છે

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3 બેવડી સદી ફટકારી છે. જ્યાં દરેક બેટ્સમેન બેવડી સદી પૂરી કરવા માટે ટ્રસ્ટ હોય ત્યાં રોહિતે 3 બેવડી સદી ફટકારીને કરીને બધાને ચોંકાવી દીધા હતા. એમનો આ વર્લ્ડ રેકોર્ડ તોડવો પણ મુશ્કેલ લાગે છે. રોહિતે 2 નવેમ્બર 2013ના રોજ ઓસ્ટ્રેલિયા સામે 209 રન, ત્યારબાદ 13 નવેમ્બર 2014ના રોજ શ્રીલંકા સામે 264 રન અને 13 ડિસેમ્બર 2017ના રોજ શ્રીલંકા સામે 208 અણનમ રન બનાવ્યા હતા.

264 રનની ODI ક્રિકેટની સૌથી મોટી ઇનિંગ

રોહિત શર્માએ પોતાની ODI કરિયરનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. તેના દ્વારા રમેલી 264 રનની ઇનિંગ ODI ક્રિકેટની સૌથી મોટી ઇનિંગ છે. રોહિતે આ ઈનિંગ શ્રીલંકા સામે 173 બોલમાં રમી, 225 મિનિટ સુધી મેદાન પર રહ્યો, જેમાં 33 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ હતા. રોહિતનો આ અનોખો રેકોર્ડ નજીકના ભવિષ્યમાં તૂટે તેમ લાગતું નથી.

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ

કોઈપણ એક વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ રોહિતના નામે છે. રોહિતે 2019માં 5 સદી ફટકારી હતી. રોહિતે વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે અણનમ 122 રન બનાવ્યા હતા. તેણે પાકિસ્તાન સામે 140 રન, ઈંગ્લેન્ડ સામે 102 રન, બાંગ્લાદેશ સામે 104 રન અને શ્રીલંકા સામે રોહિત શર્માએ 103 રન બનાવ્યા હતા.

સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન રોહિત શર્મા છે. રોહિતે વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 77 સિક્સર ફટકારી હતી. આ સિવાય રોહિત ટી-20 ઈન્ટરનેશનલમાં સિક્સરોના મામલે પણ સૌથી આગળ છે. રોહિતે અત્યાર સુધી T-20 ઈન્ટરનેશનલમાં 127 સિક્સર ફટકારી છે, જે આ ફોર્મેટમાં કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ છે.

વધુ વાંચો: T20 વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર, આવતીકાલે અમદાવાદમાં જાહેર થશે ટીમ, આ ખેલાડીઓને તક

રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. રોહિતે શ્રીલંકા વિરૂદ્ધ 43 બોલમાં 118 રન બનાવ્યા હતા, આ T20 ઈન્ટરનેશનલમાં કોઈપણ ભારતીય દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ