બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન

logo

અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા

logo

અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ

logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

VTV / વિશ્વ / શું ડૂબી રહી છે વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશની રાજધાની? સામે આવ્યું ચોંકાવનારું કારણ

OMG! / શું ડૂબી રહી છે વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશની રાજધાની? સામે આવ્યું ચોંકાવનારું કારણ

Last Updated: 08:08 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના સૌથી મોટા શહેરોમાંનું એક જકાર્તા ઝડપથી સમુદ્રમાં ડૂબી રહ્યું છે. સ્થિતિ એવી છે કે 40 ટકા શહેર દરિયાની સપાટી નીચે આવી ગયું છે, જેના કારણે ઇન્ડોનેશિયાની સરકાર રાજધાની માટે નવું શહેર બનાવી રહી છે.

વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયા એક એવી તકલીફમાં છે કે જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આ દેશે હવે પોતાની રાજધાની બદલવાનો વારો આવ્યો છે. આ દેશ પોતાના માટે નવી રાજધાની સ્થાપિત કરવામાં લાગ્યો છે. આમ કરવાનું કારણ સમુદ્રનું વધતું જળ સ્તર છે, જેના કારણે વર્તમાન રાજધાની અને વિશ્વના મોટા શહેરોમાંનું એક જકાર્તા ડૂબી રહ્યું છે.

જાવાના ઉત્તર-પશ્ચિમ કિનારે સ્થિત જાકાર્તા, ઇન્ડોનેશિયાની રાજધાની તેમજ દેશનું સૌથી મોટું શહેરી કેન્દ્ર રહ્યું છે, પરંતુ હવે શહેરની 40 ટકા જમીન દરિયાની સપાટીની નીચે છે. દરિયાની વધતી સપાટીને કારણે શહેરની હદમાં રહેતા 1 કરોડથી વધુ અને મેટ્રોપોલિટન વિસ્તારમાં રહેતા 3 કરોડ લોકોના ઘરો ડૂબી જવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

નવી રાજધાની બનાવી રહ્યું છે ઇન્ડોનેશિયા

આ કટોકટીનો સામનો કરવા માટે ઇન્ડોનેશિયાની સરકારે રાજધાની નુસાંતરા નામના શહેરમાં ખસેડવાની યોજના તૈયાર કરી છે. જાકાર્તાથી લગભગ 1400 કિલોમીટર ઉત્તરમાં બોર્નિયોના પૂર્વ કિનારે આ શહેર વસાવવા માટે નિર્માણનું કામ ચાલી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર અંદાજિત 35 બિલિયન ડોલરનો ખર્ચ થવા જઈ રહ્યો છે અને તેને 2045 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

જળવાયુ સંકટને કારણે પહેલીવાર બદલાઈ રાજધાની

જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ દેશની રાજધાનીનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું હોય. આ પહેલા બ્રાઝિલ અને નાઇજીરિયા જેવા દેશોએ તેમની રાજધાની બદલી છે. પરંતુ જાકાર્તાનો કિસ્સો અનોખો છે કારણ કે આવું પહેલી વાર બની રહ્યું છે કે જળવાયુ પરિવર્તનને કારણે ઉભું થતું સંકટ સીધી રીતે રાજધાનીને હટાવવાનું કારણ બની રહ્યું છે. સમુદ્રનું જળસ્તર વધવું, અતિશય ભૂગર્ભજળના શોષણને કારણે થતી સમસ્યાઓને કારણે જાકાર્તા વધુ ઝડપથી ડૂબી રહ્યું છે, જેને કારણે સરકારને તાત્કાલિક પગલાં લેવાની ફરજ પડી છે.

વધુ વાંચો: કોરોનામાં કોવિશીલ્ડ વેક્સિન લેનારા માટે બેડ ન્યૂઝ, કંપનીએ સ્વીકાર્યા બ્લડ ક્લોટિંગ જેવા સાઈડ ઈફેક્ટની વાત

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ ઓગસ્ટ 2019માં રાજધાની ખસેડવાની યોજનાને સમર્થન આપ્યું હતું. ત્યારપછી સમુદ્રથી અંતર, સુનામી, ભૂકંપ કે જ્વાળામુખી વિસ્ફોટ જેવી કુદરતી આપદાઓ માટે ઓછી સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પૂર્વ કાલિમંતનને નવા સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું. દરમિયાન, પર્યાવરણ નિષ્ણાતોએ ગંભીર સંભાવના અંગે ચેતવણી આપી છે કે જો વર્તમાન પરિસ્થિતિ ચાલુ રહી તો 2050 સુધીમાં જાકાર્તાનો એક તૃતીયાંશ ભાગ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ