બ્રેકિંગ ન્યુઝ
VTV / Ram Navami 2024 Today Surya Tilak will be done to Lord Ramlala, know the process
આજે દેશભરમાં રામ નવમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલક માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરના વીઆઈપી પાસ ચાર દિવસ માટે રદ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આજે રામલલાના દર્શન 19 કલાકથી વધુ ચાલશે. સાથે જ આજે સવારે 3.30 કલાકે મંદિરના કપાટ ખુલતા જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. રામનવમીના રોજ બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો લગભગ 4 મિનિટ સુધી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવશે.

ADVERTISEMENT
એ વાત તો જાણીતી જ છે કે આપણાં હિંદુ ધર્મમાં સૂર્યદેવનું વિશેષ મહત્વ છે અને વૈદિક કાળથી જ સૂર્યની પૂજા કરવામાં આવી રહી છે. ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે અયોધ્યામાં સૂર્યવંશી અને મર્યાદા સૂર્યવંશી અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મ થયો હતો. કહેવાય છે કે ભગવાન રામ હંમેશા તેમના દિવસની શરૂઆત સૂર્ય ભગવાનને જળ અર્પણ કરીને કરતા હતા.
એવામાં હવે આજે રામનવમીના અવસરે આયોધ્યામાં બિરાજમાન રામલલાને સૂર્ય તિલક કરવામાં આવશે. સૂર્યના કિરણો રામલલાના લલાટ પર પડશે જેને સૂર્ય તિલક કહેવામાં આવે છે. એ તો જાણીતું જ છે કે મંદિર બનાવતી વખતે, સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને, તેના માટે ખાસ અરીસો અથવા લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

રિપોર્ટ અનુસાર દર વર્ષે રામ નવમીના દિવસે સૂર્યના કિરણો સાથે રામલલાની મૂર્તિના કપાળ પર તિલક કરવામાં આવશે અને આ માટે સૂર્યના કિરણો રામ મંદિરના ત્રીજા માળેથી રામલલાની મૂર્તિ સુધી પાઇપિંગ અને ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમ દ્વારા રામલલાની મૂર્તિ સુધી પહોંચશે.
ADVERTISEMENT
ફક્ત અયોધ્યામાં જ નહીં પરંતુ આ સિવાય બીજા ઘણા મંદિરોમાં પણ વર્ષોથી સૂર્ય તિલક કરવાની પરંપરા ચાલતી આવે છે. જો કે તેમાં અલગ પ્રકારની એન્જિનિયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામ મંદિરમાં પણ મિકેનિઝમ સમાન છે, પરંતુ એન્જિનિયરિંગ સંપૂર્ણપણે અલગ છે.
વધુ વાંચો: સમયમાં વધારો, જાણો આવતીકાલે કેટલાં વાગ્યા સુધી ખુલ્લા રહેશે અયોધ્યા રામ મંદિરના કપાટ
ADVERTISEMENT
અયોધ્યામાં થવા જઈ રહેલ સૂર્ય તિલકની વાત કરીએ તો મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા કિરણો 17 એપ્રિલે બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પડશે. જે કિરણો અરીસામાંથી પ્રતિબિંબિત થશે અને રામલલાના માથા પર 75 મીમીના ગોળ તિલકના રૂપમાં 4 મિનિટ સુધી જોવા મળશે. દેશની બે વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલક સાકાર થવા જઈ રહ્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.