બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Ram navami 2024 ramlala temple ayodhya kapat opening

Ram Navami 2024 / સમયમાં વધારો, જાણો આવતીકાલે કેટલાં વાગ્યા સુધી ખુલ્લા રહેશે અયોધ્યા રામ મંદિરના કપાટ

Arohi

Last Updated: 12:39 PM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ram Navami 2024: 17 એપ્રિલે એટલે કે રામ નવમીના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં પહેલી વખત ભગવાન રામનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. તેના માટે તૈયારીઓ ચાલી રહી છે.

રામ નવમીના અવસર પર રામજન્મભૂમિ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી વખત આયોજિત થવા જઈ રહેલા ભવ્ય શ્રીરામ જન્મોત્સવની તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી છે. રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાના પ્રતીકાત્મક જન્મના બાદ તેમના લલાટ પર સૂર્યના કિરણોથી સૂર્યાભિષેક કરવામાં આવશે. 

ધર્મ શાસ્ત્રો અનુસાર ભગવાન રામનો જન્મ સૂર્યવંશમાં થયો હતો અને સૂર્યદેવ તેમના કુળદેવતા પણ છે. આજે પણ પૃથ્વી લોક પર સૂર્ય એકમાત્ર ઉર્જાનો સ્ત્રોત છે અને તે બધા ગ્રહોના રાજા પણ છે. 

રામનવમી પર અયોધ્યાના કાર્યક્રમ 
રામનવમી એટલે કે બુધવારે બાળકરામના દર્શન માટે રામ મંદિરના કપાટ 3.30 વાગ્યાથી ખુલી જશે. દર્શનની સાથે જ શણગાર આરતી, ભોગ વગેરેનો કાર્યક્રમ ચાલતા રહેશે. આ કાર્યક્રમો માટે થોડા સમય માટે બાળકરામ પડદામાં જશે. રામ મંદિરમાં સુગમ દર્શન, આર્તી અને વીઆઈપી પાસ પહેલા જ 19 એપ્રિલ સુધી રદ કરી દેવામાં આવ્યા છે. 

ત્યાં જ 16, 18 અને 10 એપ્રિલે બાળકરામના દર્શન સવારે 6 વાગ્યાથી શરૂ થઈ જશે. જે રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. શયન આરતીનો સમય શ્રદ્ધાળુઓની ભીડના હિસાબથી નક્કી કરવામાં આવે છે. આખા દિવસમાં ચાર વખત બાળકરામને ભોગ લગાવવામાં આવશે. ભોગ, શણગાર, વસ્ત્ર બદલવા અને આરતી વખતે પણ દર્સન નહીં રોકવામાં આવે. ફક્ત અમુક મિનિટો માટે જ પડદો પાડવામાં આવશે. 

વધુ વાંચો : મેઘરાજા આ વર્ષે ભુક્કા બોલાવી દેશે, IMDએ કરી ખેડૂતોને મોજ પડી જાય તેવી આગાહી, જાણો અપડેટ

યાત્રી સુવિધા કેન્દ્ર શરૂ 
17 એપ્રિલ એટલે કે રામ નવમીના દિવસે 12 વાગ્યા પહેલાથી ઉત્સવ વિગ્રહોનો અભિષેક શરૂ થઈ જશે. રામલલાનો સૂર્યાભિષેક તેમના પ્રતીકાત્મક જન્મ બાદ લલાટે સૂર્યના કિરણોથી પ્રકાશિત કરવામાં આવશે. ત્યાં જ 19 એપ્રિલ બાદથી દર્શકની નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. 7 કતારોમાં દર્શન માટે જે સ્ટીલ બેરિકેડિગ કરવામાં આવી છે તેમાંથી ફક્ત 2 ટ્રેકમાંથી જ સામાન્ય દર્શન માટે જઈ શકાશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ