બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ACનું બિલ મોટું આવે છે? સરકારે આપી કામ લાગે તેવી માહિતી, અનુસર્યુ તો પૈસા અને હેલ્થ બંને સચવાશે
Last Updated: 12:01 PM, 23 May 2024
ઉનાળો આવતાની સાથે જ ઘરોમાં વીજળીનો વપરાશ વધી જાય છે અને એસી એ ગરમીથી બચવાનો અસરકારક ઉપાય છે. પરંતુ જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ વીજળીનું બિલ પણ વધે છે. જો તમારા ઘરનું વીજળીનું બિલ પણ AC ના કારણે ઘણું વધારે આવે છે, તો આ માટે સરકારે કેટલીક સલાહ આપી છે. જેને અનુસરીને તમે ઉનાળામાં ACની ઠંડી હવાની મજા માણી શકશો અને બિલ પણ ઓછું આવશે.
ADVERTISEMENT
ઉર્જા મંત્રાલયે જણાવ્યું છે કે તમારે ACનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. જો તમે આનું પાલન કરશો તો તમે બીમારીઓથી પણ બચી શકો છો. આ સાથે પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે. મંત્રાલય અનુસાર, તમારે હંમેશા ACને 26 ડિગ્રી અથવા તેનાથી ઉપર રાખવું જોઈએ. ઉપરાંત, ગરમીના કિસ્સામાં સીલિંગ ફેનનો ઉપયોગ પણ કરી શકાય છે.
ADVERTISEMENT
એવું પણ કહેવામાં આવ્યું છે કે માનવ શરીર 22 થી 39 ડિગ્રી સુધીના તાપમાનને સહન કરી શકે છે. જો તમે ACનું તાપમાન આનાથી ઓછું રાખો છો તો બીમારીઓની ચપેટમાં આવી શકો છો. જો તમે ACનું તાપમાન 26 ડિગ્રીથી ઉપર રાખો છો, તો તે પ્રતિ રાત્રિના 5 યુનિટ બચાવશે. આનો અર્થ એ છે કે તમે આખા વર્ષ દરમિયાન ઘણું વધુ બિલ બચાવશો. આવી સ્થિતિમાં વીજળીની બચત સાથે સ્વસ્થ રહેવામાં પણ ઘણી મદદ કરે છે.
સાથે જ તમે જે પણ રૂમમાં એસી ચલાવો છો એ રૂમના બારીઓ અને દરવાજા ફિટોફિટ બંધ હોવા જોઈએ. જો કોઈ પણ બારી કે દરવાજામાંથી સૂર્યપ્રકાશ આવે તો તે રૂમ ઝડપથી ગરમ થઈ જાય છે એટલા માટે એસી ચલાવતા સમયે બારીના પડદા પણ બંધ રાખવા જોઈએ. આવું કરવાથી લાંબા સમય સુધી એ રમ ઠંડો રહેશે અને લાંબા સમય સુધી AC ચલાવવાની જરૂર નહીં પડે.
તમારુંAC સારી રીતે કામ કરતું રહે અને વધુ લોડ ન લે એ માટે સમયાંતરે એસીની સર્વિસ કરાવતી રહેવી જોઈએ. સાથે જ લીકેજનું પણ ધ્યાન રાખો. જો એર કંડિશનરમાં લીકેજ હોય તો તે યોગ્ય રીતે કામ નથી કરતું અને વીજળીનો વપરાશ પણ વધુ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
World Blood Donor Day / રક્તદાન માત્ર અન્ય માટે જ નહીં, પોતાના હેલ્થ માટે પણ છે ફાયદાકારક, જાણો કઇ રીતે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT