બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8મા પગાર પંચમાં આટલો હશો પગાર, કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર
Last Updated: 04:07 AM, 9 March 2026
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચ અંગે કર્મચારી સંગઠનોની માંગણીઓ તીવ્ર બની છે. એવામાં ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન્સ (FNPO) એ નેશનલ કાઉન્સિલ, જોઈન્ટ કન્સલ્ટેટિવ મિકેનિઝમ (JCM) - સ્ટાફ સાઇડને એક મેમોરેન્ડમ મોકલ્યું છે. જેમાં માંગ છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 3.0 અને 3.25 ની વચ્ચે નક્કી કરવામાં આવે. જો આવું થાય તો 18,000 રૂપિયાનો વર્તમાન લઘુત્તમ બેઝીક પગાર લગભગ 54,000 રૂપિયા સુધી વધી શકે છે. તો ઉચ્ચ સ્તરના કર્મચારીઓ માટે પગારમાં પણ વધુ વધારો થઈ શકે છે.
ADVERTISEMENT
ઘણા લોકોને પ્રશ્ન છે કે શું 3.0 ફિટમેન્ટ ફેક્ટર માત્ર એક અંદાજ છે કે તેની પાછળ કોઈ નક્કર ગણિત છે. આ પગાર પંચના મીનીમમ વેઝના ધોરણો 1957 ના 15મા ભારતીય શ્રમ પરિષદ (ILC) ધોરણો પર આધારિત છે. આ ધોરણો ડૉ. વોલેસ એક્રોઇડના વૈજ્ઞાનિક પોષણ મોડેલ પર આધારિત છે. આ નિયમો અનુસાર, પગારનો આધાર કર્મચારીના પરિવાર માટે ખોરાક, કપડાં, ફ્યુઅલ, વીજળી, પાણી, શિક્ષણ અને મનોરંજન જેવી મૂળભૂત જરૂરિયાતોના ખર્ચને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે.
ADVERTISEMENT
કર્મચારી સંગઠનો જરૂરી ચીજવસ્તુઓના ભાવોના આધારે કન્ઝમ્પશન બાસ્કેટ બનાવે છે. જેમાં ચોખા, શાકભાજી, ફળો, દૂધ, કપડાં, ફ્યુઅલ, વીજળી અને પાણી જેવા ખર્ચનો સમાવેશ થાય છે. તે કોઈપણ વૈભવી કે વૈકલ્પિક ખર્ચને બાકાત રાખે છે, જેનાથી અસલી અને સંતુલિત ગણતરી સુનિશ્ચિત થાય છે. તેના પ્રસ્તાવમાં FNPO એ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, ભુવનેશ્વર અને તિરુવનંતપુરમ જેવા શહેરોમાં છૂટક ભાવોની સરેરાશ કરીને ખર્ચનો અંદાજ લગાવ્યો હતો.
ADVERTISEMENT

આ સિવાય કર્મચારી સંગઠનોએ એમ પણ જણાવ્યું છે કે, આજના સમયમાં, નવી વસ્તુઓ પણ જરૂરી ખર્ચ બની ગઈ છે. આથી 8મા પગાર પંચ માટે LPG ગેસ, મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ ખર્ચને જરૂરી ખર્ચમાં સમાવવામાં આવ્યા છે. આવાસ અને સ્કીલ ડેવલોપમેન્ટ પરના ખર્ચને પણ બેઝીક જરૂરિયાતો તરીકે ગણવામાં આવ્યો છે. FNPO માને છે કે આ બધા ખર્ચનો સમાવેશ કરવાથી મીનીમમ વેજ સ્તરમાં નોંધપાત્ર વધારો થાય છે.
ADVERTISEMENT
FNPO મુજબ જો કોઈ કર્મચારીના પરિવારને 3 યુનિટ તરીકે ગણવામાં આવે તો મીનીમમ બેઝીક પગાર આશરે 46,000 રૂપિયા થાય છે. આ એ જ કુટુંબ એકમ છે જેને 7મા પગાર પંચમાં પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. પરંતુ સંગઠન માંગ કરે છે કે પરિવારને માતાપિતા સહિત 5 યુનિટ તરીકે ગણવામાં આવે. જો આવું થાય તો મીનીમમ વેતનની માંગ આશરે 76,360 રૂપિયા સુધી વધી શકે છે.
ADVERTISEMENT
પરંતુ તેના મેમોરેન્ડમમાં FNPO એ હાલમાં સરકાર પાસેથી ઓછામાં ઓછા 54,000 રૂપિયાના મીનીમમ વેતન અને 3.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. સંગઠન જણાવે છે કે કોવિડ બાદ મેડીકલ ખર્ચ, ફુગાવા અને જીવનનિર્વાહના વધતા ખર્ચમાં તીવ્ર વધારો જોતાં તે જરૂરી છે. તેઓએ ઓછામાં ઓછા 7.5% હાઉસિંગ ભથ્થું અને પગારમાં 25% સ્કીલ કોમ્પોનેન્ટ ઉમેરવાની પણ માંગ કરી છે. 8મું પગાર પંચ આ માંગણીઓ પર કેવી રીતે વિચાર કરશે અને કર્મચારીઓને શું લાભ મળશે તે જોવાનું રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.