ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / This country banned phones for teenagers, now other countries are also preparing

વર્લ્ડ / આ દેશે ટીનએજર્સ માટે ફોન પર લગાવ્યો પ્રતિબંધ, હવે અન્ય દેશો પણ કરી રહ્યા છે તૈયારી

Published By: Megha

Last Updated: 10:58 AM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીનેજર્સ મોટા પ્રમાણમાં ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે અને અમેરિકામાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે બાળકોમાં ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યા વધી છે.

ADVERTISEMENT

ઓનલાઈન શોપિંગ, ટ્રાવેલ બુકિંગ, રિમાઇન્ડર્સ, ઓફિસ મીટિંગ્સથી લઈને પેમેન્ટ્સ એપ બધુ એક જ સ્માર્ટફોનમાં છે. તેમાં કોઈ શંકા નથી કે ભારત સ્માર્ટફોનનું મોટું બજાર છે. સ્માર્ટફોનની દુનિયા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે, આ ગતિમાં બાળકો પાછળ નથી રહી રહ્યા. 

ઘણા રિપોર્ટ્સ અનુસાર ટીનેજર્સ મોટા પ્રમાણમાં ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે અને તેની ઘણી આડઅસર પણ જોવા મળે છે. હાલમાં જ અમેરિકામાં એક રિસર્ચ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પાછલા વર્ષોની સરખામણીએ અમેરિકામાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે બાળકોમાં ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યા વધી છે. 

રિપોર્ટ અનુસાર 2010ની સરખામણીમાં હાલ આ સમસ્યામાં 150 ટકાનો વધારો થયો છે. જેના કારણે યુરોપ અને અમેરિકામાં કિશોરોને સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા માટે કહેવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ બ્રિટનમાં બાળકોને સ્માર્ટફોનની લતમાંથી મુક્તિ અપાવવા માટે એક કેમ્પેન શરૂ કર્યું ત્યારે 60 હજારથી વધુ પેરેન્ટ્સ તેમાં જોડાયા હતા. જેનો હેતુ બાળકોમાં સ્માર્ટફોનની લત ઘટાડવાનો છે.

રિપોર્ટ અનુસાર ભારતમાં 10 થી 14 વર્ષની વયના 83 ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને વિશ્વમાં આ સંખ્યા 76 ટકા છે. જણાવી દઈએ કે કોરોના મહામારી દરમિયાન ઓનલાઈન ક્લાસને કારણે સ્માર્ટફોનનો ઉપયોગ પણ વધી ગયો છે.

વધુ વાંચો: 1.2 કરોડનું મોબાઈલ બીલ આવતાં ધબકારા ચૂક્યું કપલ, આટલું કરજો નહીંતર તમારે પણ

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં સ્માર્ટફોનનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવો જોઈએ. જ્યારે ફ્રાન્સે 2018માં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વર્ષે નેધરલેન્ડે પણ શાળાઓમાં તમામ પ્રકારના મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂક્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Smart Phone Use SmartPhone Smartphone Users Social Media teenagers teenagers use smartphone સ્માર્ટફોન Smartphone

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ