બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / US Couple Returns From Switzerland Only To Receive Rs 1.2 Crore Phone Bill

હેરતઅંગેજ / 1.2 કરોડનું મોબાઈલ બીલ આવતાં ધબકારા ચૂક્યું કપલ, આટલું કરજો નહીંતર તમારે પણ

Hiralal

Last Updated: 05:30 PM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલનું 1 કરોડનું બીલ આવતાં એક કપલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હવે આમાં જોવાનું એ છે કે એવું તે શું વાપર્યું હશે કે આટલું બીલ આવ્યું હશે?

મોબાઈલનું બીલ કરોડમાં આવે તો? કેવો આંચકો લાગે? બહુ બહુ તો હજારોમાં આવે પરંતુ કરોડથી વધારે આવ્યું હોય તેવું સાંભળવામાં નથી આવ્યું પરંતુ આ ઘટના સાચી છે અને તેમાં કંપની તરફથી કોઈ ભૂલ થઈ હોય તેવું પણ નથી કંપનીએ સાચી રીતે બીલ આપ્યું છે. અમેરિકાના ફ્લોરિડાના 71 વર્ષીય રેની રેમન્ડ અને તેની પત્ની લિન્ડા (65) ગયા વર્ષે સ્વિત્ઝર્લેન્ડ ફરવા ગયાં જ્યાં તેમણે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કર્યો હતો અને હવે કંપનીએ તેમને 1.2 કરોડનું બીલ પકડાવી દેતાં ધબકારા ચૂકી ગયાં હતા. આ સમય દરમિયાન બંને જણાએ ત્યાં પોતાના મોબાઈલ ફોનનો ઉગ્ર ઉપયોગ કર્યો હતો અને તેનું બિલ આવ્યું ત્યારે બંને ચોંકી ગયા હતા. વાસ્તવમાં અમેરિકી કપલનું 1.2 કરોડ હતું. 

સ્વિઝરલેન્ડથી પાછા આવતાં આવ્યું બીલ 
રેનીએ તેઓ અવારનવાર અન્ય દેશોમાં પ્રવાસ કરે છે અને અમેરિકા છોડતા પહેલા હંમેશા પોતાની સેલ ફોન કંપનીને જણાવે છે કે, તેઓ ઊંચા મોબાઇલ બિલથી બચી જાય. આ વખતે પણ સ્વિઝલેન્ડ જવાનો હોવાથી મે મારી મોબાઈલ કંપની ટી-મોબાઈલને જાણ કરવા સ્ટોર પર ગયો હતો. સ્વિઝરલેન્ડ ફરી આવ્યાં બાદ અમારા ઘેર મોબાઈલ બીલ આવ્યું હતું જે કુલ 1.2 કરોડ જણાવતું હતું. 

શું વાપરવા બદલ અપાયું 1.2 કરોડનું મોબાઈલ બીલ 
ટી-મોબાઈલ કંપનીએ અમેરિકાના આ કપલને સ્વિઝરલેન્ડમાં 9.5 ગીગા બાઈટ ડેટાનો ઉપયોગ કરવા બદલ આટલું મોટું બીલ ફટકાર્યું હતું. તેઓ રોમિંગ ડેટા વાપરતાં હતા રોજનું 6000 ડોલર રોમિંગ ચાર્જ લાગતો હતો. કપલને આ વાતની ખબર નહોતી અને આ રીતે ચઢતું ચઢતું તે કરોડથી વધારેમાં પહોંચ્યું હતું. 

વધુ વાંચો : કચ્છમાંથી મળેલા 5 કરોડ વર્ષ જુના નાગરાજ વાસુકીનું મોટું રહસ્ય, સમુદ્ર મંથન સાથે ખાસ કનેક્શન

કંપનીએ ભૂલમાં નથી મોકલાવ્યું બીલ
ટી મોબાઈલે કરોડનું બીલ ભૂલમાં નથી મોકલ્યું. કંપનીનું કહેવું છે કે આ બીલ સાચું છે અને જેટલો વપરાશ કર્યો છે તેટલું જ બીલ આપ્યું છે. કંપનીના માણસે ફોન કરીને કપલને બીલ ભરી દેવાનું જણાવ્યું હતું. હવે કપલ પાસે આટલું બીલ ભરવાના પૈસા નથી તેથી તેમણે કોર્ટમાં અરજી કરી છે. 

કરોડોનું મોબાઈલ બીલ ન આવે તે માટે શું કરવું? 
જ્યારે તમે વિદેશમાં કે તમારા રાજ્ય બહાર જાવ છો ત્યારે મોબાઈલ નેટવર્ક સાથે કનેક્ટ કરવા જે ચાર્જ લેવાય છે તેને રોમિંગ ચાર્જ કહેવાય છે. તેથી જ્યારે પણ બહાર જાવ ત્યારે તમારા નેટવર્ક ઓપરેટર કે મોબાઈલ સીમ કાર્ડ કંપની, અને તેના રોમિંગ ચાર્જની ચકાસણી કરવી જરુરી છે. નહીંતર કરોડોનું બીલ આવી શકે છે. તગડાં રોમિંગ ચાર્જ ટાળવાનો એક સીધો રસ્તો પ્રવાસમાં Wi-Fi ટાળવાનો છે.

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ