બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સૌરાષ્ટ્ર કચ્છમાં માત્ર સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે થતી સર્જરી ‘'એઓર્ટીક ડીસેકશન’’

હેલ્થ / સૌરાષ્ટ્ર કચ્છમાં માત્ર સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે થતી સર્જરી ‘'એઓર્ટીક ડીસેકશન’’

Published By: Vishal Khamar

Last Updated: 09:26 PM, 13 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એઓર્ટા ઍટલે કે મહાધમની કે જે હદય માંથી પૂરા શરીરને શુદ્ધ લોહી પૂરું પાડતી ધમની એઓર્ટીક ડીસેકશન એ આ મહાધમનીમાં થતો અતિ ગંભીર પ્રકાર નો રોગ છે

એઓર્ટા ઍટલે કે મહાધમની કે જે હદય માંથી પૂરા શરીરને શુદ્ધ લોહી પૂરું પાડતી ધમની એઓર્ટીક ડીસેકશન એ આ મહાધમનીમાં થતો અતિ ગંભીર પ્રકાર નો રોગ છે, કે જેમાં આ હદયની નસ ની દીવાલ વચ્ચેથી ફાટી જાય છે, આ ફાટ કઈ જગ્યાએ થી ચાલુ થાઈ છે એ મુજબ અને Type-A કે Type-B માં વિભાજિત કરવામાં આવે છે. આમાંનો Type-A પ્રકાર છે તે અત્યંત જોખમી સાબિત થઈ શકે જો તેની સમયસર સર્જરી કરવામાં ન આવે.

વિવિધ ડેટા કહે છે કે જેને આ પ્રકારે નસમાં ફાટ પડે તો તેમાંથી ૨૫% દર્દીઓ સ્થળ પર કે હોસ્પિટલ પર સારવાર પહેલા જ મૃત્યુ પામે છે. બાકીના દર્દીઓમાં પણ બીજા ૨૫% દર્દીઓ પહેલા ૨૪ કલાકમાં મૃત્યુ થવાની શક્યતા હોય છે અને દર એક કલાકે મૃત્યદરમાં ૧% નો વધારો થાય છે આમ આ રોગનું સમયસર નિદાન અને સારવાર અત્યંત જરૂરી બને છે.

આ રોગ થવાની શક્યતા હાયપરટેન્સન (બ્લડ પ્રેસર) કે હદયના એઓર્ટીક વાલ્વનાં દર્દી કે એનયુરિસમ (મહાધમની ની મોરલી)ના દર્દીઓમાં વધારે હોય છે.

આ રોગમાં મુખ્યત્વે છાતીમાં અતિ તીવ્ર દુખાવો, બરડા માં થતો દુખાવો કે પેરેલીસીસ (પક્ષઘાત)ની અસર, સખત પેટનો દુ:ખાવો જેવા લક્ષણો જોવા મળે છે. જે જણાતા તાત્કાલિક ડોક્ટરની સલાહ અને તપાસ અત્યંત જરૂરી બને છે, આ રોગના ચોક્કસ નિદાન માટે સીટી સ્કેન એન્જીઓગ્રાફી અત્યંત જરૂરી બને છે જે આ એઓર્ટીક ડીસેકશન ક્યાંથી શરૂ થાય છે તેમજ ક્યાં સુધી ફેલાયેલ છે ઉપરાંત દરેક અવયવની લોહીની નસ કેવી રીતે નિકળે છે તે વિષેની ચોક્કસ માહિતી આપે છે.

જે ઉપર થી એઓર્ટીક સ્પેશિયાલિસ્ટ આગળની સારવાર પ્લાન કરે છે આમાં જો Type-A પ્રકારનું ડીસેકસન હોય તો Emergency Surgery જ એનો ચોક્કસ ઉપાય હોય છે.

આ પ્રકારનાં રોગોના નિદાન અને સારવાર માટે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં માત્ર સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે નિષ્ણાંત ડોક્ટર્સ ની ટીમ ૨૪x ૭ હાજર છે. ફક્ત છેલ્લા એક મહિનામાં જ સિનર્જી હોસ્પિટલ ખાતે આ પ્રકારનાં પાંચ દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓ ની સફળ સર્જરી કરવામાં આવેલ છે, તદ્ઉપરાંત અત્યાર સુધીમાં ત્રીસથી વધારે સફળ સર્જરી નું શ્રેય પ્રાપ્ત કરેલ છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય વિદ્યાલયોમાં પડી 2499 જગ્યાઓની ભરતી, જલદી કરો અરજી, આ દિવસે થશે પરીક્ષા

આ જટિલ સર્જરી જેને સફળ બનાવવા માટે સિનર્જી હોસ્પિટલ ના મુખ્ય કર્ડીયોથોરાસીક અને વાસ્ચુલર સર્જન ડોકટર એવા ડો. માધવ ઉપાધ્યાય, ડો. દિવ્યેશ રાઠોડ તથા કાર્ડીયાક અનેસ્થેટીક ડો ઉદ્ધવ નાયક અને ડો. અભિષેક ભુવા તેમજ અન્ય સાત કર્ડીયોલોજીસ્ટ ની ટીમ દ્વારા આ સર્જરી સફળ બનાવામાં આવેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

'Aortic Dissection Saurashtra-Kutch Synergy Hospital Rajkot

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ