બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કેન્દ્રીય વિદ્યાલયોમાં પડી 2499 જગ્યાઓની ભરતી, જલદી કરો અરજી, આ દિવસે થશે પરીક્ષા
Last Updated: 06:57 PM, 13 December 2025
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) માં એક શાનદાર ભરતી પડી છે. KVSમાં 2499 જગ્યાઓ માટે એક જાહેરનામું બહાર પડાયું છે. જેમાં ઉમેદવારો તેની ઓફિશિયલ વેબસાઇટ kvsangathan.nic.in પર જઈને ફોર્મ ભરી શકે છે. અહિંયા ફોર્મ ભરવાની શરૂઆત 12 ડિસેમ્બરથી શરૂ થઈ હતી અને 26 ડિસેમ્બરના રોજ બંધ થશે.
ADVERTISEMENT
આ ભરતી માત્ર KVS માં પહેલાથી જ ટીચિંગ કે નોન ટીચિંગ પદો ધરાવતા કર્મચારીઓ માટે જ છે. જેમાં અરજીનું વેરિફિકેશન કંટ્રોલિંગ ઓફિસર દ્વારા 2 જાન્યુઆરી 2026 સુધીમાં પૂરું કરવામાં આવશે. જેની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
KVS માં આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં PGTના પદો માટે (સંબંધિત વિષયમાં 50% ગુણ સાથે અનુસ્નાતક અને B.Ed.), TGT ના પદો માટે (સ્નાતક, B.Ed., અને CTET પેપર 2 પાસ). અને બીજી જગ્યાઓ માટે 12મું પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીની ડિગ્રી માંગવામાં આવી છે.
ADVERTISEMENT
આ ભરતી પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, PGT, હેડ માસ્ટર, TGT, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, સિનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ અને જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ માટે લિમિટેડ ડિપાર્ટમેન્ટ એક્ઝામિનેશન (LDE) તથા ફાઇનાન્સ ઓફિસર, સેક્શન ઓફિસર માટે લિમિટેડ ડિપાર્ટમેન્ટ એક્ઝામિનેશન (LDCE) દ્વારા થશે.
ADVERTISEMENT
આ જગ્યા માટે ફોર્મ ભરવા માટે તેની ઓફિશિયલ વેબસાઇટ kvsangathan.nic.in ની મુલાકાત લો. ત્યાં Apply Now પર ક્લિક કરો. બાદમાં તમારી રજીસ્ટ્રેશન ડીટેલ અપલોડ કરો. જ્યા ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરી દો. તથા તેની પ્રિન્ટ તમારી પાસે સાચવીને રાખો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.