બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જનગણના કરાવનાર 30 લાખ કર્મચારીઓને મળશે અલગથી પગાર, શું BLOની માફક આમને પણ મળે છે પૈસા?
Last Updated: 11:14 PM, 12 December 2025
આગામી 2027ની વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકારે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. આ ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. જેના માટે આશરે 30 લાખ સરકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. એવામાં લોકોને સવાલ છે કે, શું કેન્દ્ર સરકાર આ કર્મચારીઓને અલગથી પગાર આપશે? શું તેમને બૂથ લેવલના અધિકારીઓ જેટલો જ પગાર મળશે? ચાલો તે વિશે જાણીએ.
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર 30 લાખ વસ્તી ગણતરી કર્મચારીઓને અલગ પગાર આપતી નથી. વસ્તી ગણતરીની કામગીરીને હાલના સરકારી કર્મચારીઓ માટે વધારાની જવાબદારી ગણવામાં આવે છે. જેમાં શિક્ષકો, મહેસૂલ કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, કારકુનો અને રાજ્ય અથવા કેન્દ્ર સરકારના બીજા અધિકારીઓને સામાન્ય રીતે એન્યુમેટર કે સુપરવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ કર્મચારીઓને તેમના સંબંધિત વિભાગોમાંથી તેમનો નિયમિત માસિક પગાર મળે છે. વસ્તી ગણતરીની કામગીરીને તેમની સત્તાવાર સેવા ફરજોનો ભાગ ગણવામાં આવે છે. આથી જ આ કામચલાઉ કામગીરી માટે કોઈ વધારાનો પગાર ચૂકવવામાં નથી આવતો.

ADVERTISEMENT
ADVERTISEMENT
બૂથ લેવલ અધિકારીઓ ભારતીય ચૂંટણી પંચ હેઠળ આવે છે, વસ્તી ગણતરી મશીનરી હેઠળ નહીં. આથી તેમની કામગીરી આખું વર્ષ ચાલુ રહે છે. જેમાં મતદાર યાદીઓ અપડેટ કરવી, મતદારોની વિગતો ચકાસવી અને ફિલ્ડ ચેકિંગનો સમાવેશ થાય છે. આ જવાબદારીઓ સતત ચાલુ રહે છે જેમાં બૂથ લેવલ અધિકારીઓને ચૂંટણી સંબંધિત કામગીરી માટે અલગ મહેનતાણું મળે છે. આ બૂથ લેવલ અધિકારીને વસ્તી ગણતરીના કામગીરી માટે ફક્ત ત્યારે જ પૈસા ચૂકવણી કરવામાં આવે છે જ્યારે તે વસ્તી ગણતરી એન્યુમેટર તરીકે કામ કરે છે એટલા માટે નહીં કે તે બૂથ લેવલ અધિકારી છે .
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.