ન્યૂઝ ઉપડેટસ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / FASTag યુઝર્સને ઝટકો, KYV વેરિફિકેશન નહીં કરાવવા પર થશે આ નુકશાન

કામની વાત / FASTag યુઝર્સને ઝટકો, KYV વેરિફિકેશન નહીં કરાવવા પર થશે આ નુકશાન

Published By: Nirav Kumar

Last Updated: 09:17 PM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો હાઇવે પર પોતાના વાહન સાથે મુસાફરી કરે છે તેમના માટે એક મહત્વના સમાચાર છે. જેમાં KYV એટલે કે નો યોર વેહિકલ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.

સરકારે હાઇવે પર મુસાફરી માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. જેમાં માત્ર  KYC જ નહીં પરંતુ KYV (નો યોર વેહિકલ) વેરિફિકેશન પણ ફરજિયાત કર્યું છે. આ પ્રોસેસ પુરી નહીં કરવા પર તમારો ફાસ્ટેગ ગમે ત્યારે સમયે નિષ્ક્રિય થઈ શકે છે, અને ટોલ પ્લાઝા પર તમારી પાસેથી બમણો ટોલ ફી વસૂલવામાં આવી શકે છે.

  • KYV કેમ ફરજિયાત?

સરકારના ધ્યાનમાં આવ્યું છે કે,  ઘણા લોકો અલગ અલગ વાહનો પર એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા હતા. આથી ફ્રોડ અને ખોટી ટેગિંગમાં વધારો થયો છે. જેથી હવે KYV સિસ્ટમ સાથે દરેક વાહનનો ટેગ વાહનના રજીસ્ટ્રેશન નંબર સાથે લિંક કરવામાં આવશે. જે ફ્રોડ અટકાવશે અને અસલી માલિકની ઓળખ સુનિશ્ચિત પણ કરશે.

  • કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર?

KYV વેરિફિકેશન માટે વાહનની RC બુક, વાહનનો રજીસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર અને ફાસ્ટેગ એકાઉન્ટ સાથે લિંક કરેલ મોબાઇલ નંબરની ડિજિટલ નકલની જરૂર પડશે. જો આ જાણકારી અધૂરી કે ખોટી હશે તો તમારી આ એપ્લિકેશન
રદ થઈ શકે છે.

vtv app promotion
  • મોબાઇલ પર આ પ્રોસેસ કેવી રીતે કરવી?
    તમારી બેંકિંગ એપ્લિકેશન કે ફાસ્ટેગ એપ્લિકેશન (જેમ કે પેટીએમ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ) ઓપન કરો અને 'KYV' કે 'ફાસ્ટેગ વેરિફિકેશન' ઓપ્પશન પસંદ કરો. જેમાં વિન્ડશિલ્ડ પર ચોંટાડેલુ ફાસ્ટેગ દેખાય તેવા વાહનના સ્પષ્ટ ફોટા અપલોડ કરો. આ સિવાય RC બુકની સ્કેન કરેલી કોપી સામેલ કરો. આ સબમિટ કર્યા બાદ વેરિફિકેશન 5 થી 7 દિવસમાં પરૂ થશે અને તમને એક SMS કે ઇમેઇલ મળશે.

વધુ વાંચો : હવેથી ટિકિટ બુક કરાવતા પહેલાં કરવું પડશે આ કામ, નહીંતર એકાઉન્ટ Close!

  • મોડું કરવા પર થશે સમસ્યા

જો તમે આ કામ સમયસર નહીં કરો તો તમારું ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે અને ટોલ પ્લાઝા પર તમારી પાસેથી વધુ ટોલ ફી વસૂલવામાં આવશે. આથી મોડું કર્યા વગર તમારા મોબાઇલ ફોનથી આ પ્રોસેસ જલ્દી પુરી કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

KYV KYV Verification FASTag

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ