બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવેથી ટિકિટ બુક કરાવતા પહેલાં કરવું પડશે આ કામ, નહીંતર એકાઉન્ટ Close!

photo-story

7 ફોટો ગેલેરી

એલર્ટ / હવેથી ટિકિટ બુક કરાવતા પહેલાં કરવું પડશે આ કામ, નહીંતર એકાઉન્ટ Close!

Last Updated: 08:59 PM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટ્રેન ટિકિટ બુકિંગ કરાવવાના નિયમમાં ફરફાર કરાયો છે. જેનાથી હવે સાચા યુઝર્સ જ ટિકિટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે. ચાલો તેના વિષે વિસ્તારથી જાણીએ.

1/7

photoStories-logo

1. ટ્રેન ટિકિટ બુકિંગ

ભારતીય રેલવેએ ટ્રેન ટિકિટ બુકિંગને વધુ પારદર્શક બનાવવા માટે નવી આધાર-OTP- બેસ્ડ સિસ્ટમ લાગુ કરી છે. જેમાં તત્કાલ ટિકિટ બુક કરતી વખતે ટિકિટ બુકિંગ સાઇટ કે એપ્લિકેશન પર આધાર-OTP વેરિફિકેશન ફરજિયાત કરાયું છે, જેથી માત્ર સાચા યુઝર્સ જ ટિકિટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. OTP હવે ફરજિયાત

તત્કાલ કે સામાન્ય ટિકિટ બુક કરતી વખતે આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલ OTP હવે ફરજિયાત રહેશે. જેમાં પૃષ્ટિ વગર બુકિંગ પ્રોસેસ આગળ નહીં વધે. આ સ્ટેપ પહેલાથી જ 322 ટ્રેનોમાં લાગુ કરવામાં આવ્યું છે અને ધીમે ધીમે બાકીના નેટવર્કમાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. આધાર-OTPને કારણે સિસ્ટમ હવે દરેક યુઝર્સની ઓળખ વેરીફાઈ કરે છે, બોટ્સ અને નકલી યુઝર્સની અસર ઘટાડે છે અને સાચા મુસાફરો માટે પુષ્ટિ થયેલ ટિકિટ મેળવવામાં લાગતા સમયમાં સુધારો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 3.02 કરોડ એકાઉન્ટ્સ નિષ્ક્રિય

આ અંગે રેલવે મંત્રીના નિવેદન અનુસાર, "આશરે 3.02 કરોડ શંકાસ્પદ/નકલી IRCTC એકાઉન્ટ્સને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. આ ડેટાબેઝ સફાઈ ટિકિટિંગ સિસ્ટમની હિસ્ટ્રીમાં એક મુખ્ય પગલું છે." IRCTC પર ટિકિટ બુક કરવી હવે સરળ બની ગઈ છે પરંતુ તમારી પર્સનલ સુરક્ષા અને એકાઉન્ટની integrity પણ એટલી જ જરૂરી છે. તો એવામાં ચાલો જાણીએ કે, તમારું IRCTC એકાઉન્ટ કેવી રીતે સુરક્ષિત રાખવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. લિંક અને OTP વેરિફિકેશન

એના માટે લિંક અને OTP વેરીફાઈ કરવાનું ભૂલશો નહીં. જો આ સેટઅપ ન હોય તો તમને તત્કાલ અથવા નિયમિત બુકિંગ દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું એકદમ સરળ છે, અને આખી પ્રોસેસ બે મિનિટમાં પૂરી થાય છે. એના માટે પહેલા તમારા IRCTC એકાઉન્ટમાં લોગ ઇન કરો અને 'માય એકાઉન્ટ' વિભાગમાં જાઓ, જ્યાં તમને 'આધાર KYC' અથવા 'લિંક આધાર' ઓપ્શન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. દર મહિને 12 ટિકિટ બુક કરવાની મંજૂરી

આ ઓપ્શન પર ક્લિક કરવાથી વેબસાઇટને તમારા આધાર નંબર માટે નંબર આપવામાં આવશે. આ નંબર દાખલ કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. આ સબમિટ કરવાથી તમારું આધાર વેરીફાઈ પૂરું થશે. સફળ વેરિફિકેશન બાદ એકાઉન્ટનું KYC સ્ટેટસ 'વેરિફાઇડ' તરીકે દેખાશે, અને તમારી IRCTC પ્રોફાઇલ આધાર સાથે લિંક થઈ જશે. આધાર લિંક કરવાથી તમને દર મહિને 12 ટિકિટ બુક કરવાની પણ મંજૂરી મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કમજોર પાસવર્ડ ટાળો

કોઈપણ પ્લેટફોર્મ પર કમજોર પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં. ટૂંકા અને સામાન્ય શબ્દોને બદલે uppercase, lowercase, numbers અને symbolsના મિક્સનો ઉપયોગ કરો. જો IRCTC મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન કે ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓફર કરે છે તો તેને ઇનેબલ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. લોગિન હિસ્ટ્રી તપાસો

જો તમને ક્યારેય કોઈ અનનોન IP એડ્રેસ કે શંકાસ્પદ લોગિન નોટિફિકેશન મળે તો તરત જ તમારો પાસવર્ડ બદલો. આ સિવાય નિયમિતપણે તમારા લોગિન હિસ્ટ્રી અને બુક કરેલી ટિકિટો તપાસો. માત્ર ઓફિશિયલ IRCTC પોર્ટલ કે એપ્લિકેશન પરથી જ OTP નો ઉપયોગ કરો અને તેને કોઈની સાથે પણ શેર કરશો નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Train Tickets Indian Railways Booking Tickets
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ