ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:15 PM, 12 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયાબેનને લઈને ચર્ચાઓ છે કે તેમને કેન્સર થઈ ગયું છે. આ સમાચાર સામે આવતા જ ફેન્સ ચિંતામાં છે, પણ જણાવી દઈએ કે આ સમાચાર ફેક છે, આમાં કોઈ હકીકત નથી. આ વાત ખુદ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ જણાવી છે.
દિલીપ જોશીએ જણાવી હકીકત
સમાચાર સામે આવતા જ કે દિશા વકાણીને ગળાનું કેન્સર છે, દિલીપ જોશીએ એક ઇન્ટરવ્યૂમાં કન્ફર્મ કર્યુ છે કે - મને સવારથી સતત કોલ્સ આવી રહ્યા હતા. દરેક વખતે કંઇને કંઇ સાચા-ખોટા સમાચારો આવતા રહે છે. મને લાગે છે કે આવા સમાચારોને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. હું માત્ર એટલું જ કહીશ કે આ બધી અફવા છે. આના પર ધ્યાન ન આપો.
ADVERTISEMENT
એટલે કે હવે દિશા વકાણીના ફેન્સે પરેશાન થવાની જરૂર નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ સ્પષ્ટ કરી દીધું છે કે અભિનેત્રી એકદમ ઠીક છે. જોકે, આ સમાચાર પર ખુદ દિશાનું કોઈ નિવેદન આવ્યું નથી.
.jpg)
ADVERTISEMENT
અસિત મોદીનું રીએક્શન
દિલીપ જોશી બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ પણ રીએક્ટ કર્યું છે. અસિત મોદીએ કહ્યું છે કે તેમને આ બાબતે કોઈ જાણકારી નથી. તેઓ આગાળ કહે છે કે સોશિયલ મીડિયા પર લાઇક્સ અને ક્લિક બિટ માટે લોકો આવા સમાચારો અપલોડ કરતાં રહે છે. તમાકુ ખાવાથી કેન્સર થાય છે ન કે અવાજ કાઢવાથી. આમ તો સૌ મિમિક્રી કરનારા ડરી જશે.
પાંચ વર્ષ પહેલા છોડ્યો હતો શો
દિશા વકાણીને લઈને સમય સમય પર જાતજાતની અફવાઓ આવતી રહે છે. ક્યારેક કહેવામાં આવે છે કે તે ફરી શોમાં વાપસી કરી રહી છે. ક્યારેક કહેવામાં આવે છે કે તે શોમાં નહીં આવે, પણ હવે તો થ્રોટ કેન્સરની પણ અફવા સામે આવી ગઈ. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિશા વકાણીના શોમાં અજીબ અવાજ કાઢવાને કારણે ગળાનું કેન્સર થઈ ગયું છે.
ADVERTISEMENT

દિશા વકાણીએ 5 વર્ષ પહેલા શો છોડ્યો હતો. પાંચ વર્ષ પહેલા દિશા મેટરનીટી લિવ પર ગઈ હતી, પણ માં બન્યા બાદ તેની વાપસી શોમાં થઈ નથી. શોમાં દયાબેનના
રૂપમાં તેમણે દર્શકોના દિલ પર રાજ કર્યું. તારક મહેતા કયા ઉલ્ટા ચશ્મા શોમાં દિલીપ જોશી સાથે તેની કેમેસ્ટ્રીને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ