બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

VTV / અજબ ગજબ / The owner turned the employees into millionaires overnight, distributed 6200 crores in one fell swoop

OMG! / શું વાત છે: માલિકે રાતોરાત કર્મચારીઓને કરોડપતિ બનાવી દીધા, એક ઝાટકે 6200 કરોડ વહેંચી દીધા, કહાની પણ દિલદાર

Priyakant

Last Updated: 01:51 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

R. Thyagarajan News: એવા લોકોને લોન આપતા હતા કે જેમને બેંકોએ લોન આપવાની ના પાડી દીધી હતી, સાદી જીવનશૈલી માટે જાણીતા આ દાનવીર માલિક પાસે મોબાઈલ ફોન પણ નથી

 

  • શ્રીરામ ગ્રુપના ફાઉન્ડરે કર્મચારીમાં વહેંચી દીધા 6200 કરોડ 
  • આર.ત્યાગરાજને 44 કર્મચારીઓને 6200 કરોડ આપી દીધા
  • સાદી જીવનશૈલી માટે જાણીતા આર.ત્યાગરાજન પાસે મોબાઈલ ફોન નથી

દુનિયામાં બહુ ઓછા લોકો જોવા મળે છે જેઓ પોતાની આખી સંપત્તિ પોતાના કર્મચારીઓમાં વહેંચી દે છે અને આરામથી ઘરે બેસી રહે છે. આજે આપણે વાત કરીશું શ્રીરામ ગ્રુપના ફાઉન્ડર આર. ત્યાગરાજન વિશે. આર.ત્યાગરાજને કંપનીના 44 કર્મચારીઓમાં હજારો કરોડની સંપત્તિનું વિતરણ કર્યું હતું. જોકે અહી ખાસ વાત તો એ છે કે, તેમની પાસે પોતાનો મોબાઈલ ફોન પણ નથી. તેઓ મુખ્યત્વે તેમની સાદી જીવનશૈલી માટે જાણીતા છે. 

શ્રીરામ ગ્રુપના ફાઉન્ડર આર. ત્યાગરાજન વિશે તમને એક વાત જાણીને નવાઈ લાગશે. તેમણે જે સંપત્તિ બનાવી તે ગરીબ લોકોને ઉધાર આપીને બનાવી હતી. તે એવા લોકોને લોન આપતા હતા કે જેમને બેંકોએ લોન આપવાની ના પાડી દીધી હતી. તે લોકોને લોન આપતી વખતે તેઓએ તેમનો SIIL સ્કોર પણ ચેક કરતાં ન હતા. 

File Photo

44 કર્મચારીઓમાં રૂ. 6200 કરોડ વહેંચી દીધા 
શ્રીરામ ગ્રુપના ફાઉન્ડર આર.ત્યાગરાજને પોતાની સમગ્ર સંપત્તિ કંપનીના 44 કર્મચારીઓમાં સમાનરૂપે વહેંચી દીધી. જો 6200 કરોડ રૂપિયાની નેટવર્થને 44 કર્મચારીઓમાં સમાન રીતે વહેંચવામાં આવે તો દરેક કર્મચારીને 141 કરોડ રૂપિયા મળશે. તેમણે માત્ર 5 હજાર ડોલર, ઘર અને કાર પોતાની પાસે રાખી હતી. 

આર.ત્યાગરાજનને મળી ચૂક્યો છે પદ્મ ભૂષણ 
આર. ત્યાગરાજનને વર્ષ 2013માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ પણ એનાયત કરવામાં આવ્યો હતો. બુધવારે કંપનીનો શેર 0.79 ટકાના ઘટાડા સાથે રૂ. 1,848.40 પર બંધ થયો હતો. જ્યારે કંપનીનું માર્કેટ કેપ 71,255.34 કરોડ રૂપિયા છે.

કંપનીમાં કામ કરે છે 1 લાખ લોકો 
ટ્રક, ટ્રેક્ટર અને અન્ય વાહનો ખરીદવા માંગતા ભારતના ગરીબોને લોન આપવા માટે જાણીતા ત્યાગરાજનના શ્રીરામ ગ્રુપે પોતાની જાતને એક સમૂહ તરીકે સ્થાપિત કરી છે. જે વીમાથી લઈને સ્ટોક બ્રોકિંગ સુધીના ક્ષેત્રોમાં લગભગ 108,000 લોકોને રોજગારી આપે છે. શ્રીરામ ફાઇનાન્સના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 33 ટકાનો વધારો થયો છે. શ્રીરામ ફાઇનાન્સ તેના છેલ્લા ત્રણ વર્ષના વળતરની દ્રષ્ટિએ મલ્ટિ-બેગર સ્ટોક છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં સ્ટોક 170 ટકાથી વધુ વધ્યો છે.

ખરાબ ક્રેડિટ હિસ્ટ્રી ધરાવતા લોકોને લોન આપવી જોખમી નથી
અગાઉ શ્રીરામ ગ્રુપના ફાઉન્ડર આર.ત્યાગરાજને બ્લૂમબર્ગને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ એ સાબિત કરવા માટે ઉદ્યોગમાં પ્રવેશ્યા છે કે ક્રેડિટ ઇતિહાસ અથવા નિયમિત આવક ધરાવતા લોકોને ધિરાણ આપવું એટલું જોખમી નથી જેટલું માનવામાં આવે છે. તે ભારપૂર્વક કહે છે કે, વ્યવસાય પ્રત્યેના તેમના અભિગમમાં અસામાન્ય કંઈ નથી. 

કોણ છે આર.ત્યાગરાજન ? 
આર.ત્યાગરાજને કોલકાતામાં પ્રતિષ્ઠિત ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ (ISI)માં ત્રણ વર્ષ ગાળ્યા પહેલા ચેન્નાઇમાં ગણિતમાં સ્નાતક અને અનુસ્નાતક કર્યું. 1961માં, તેઓ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં જોડાયા અને એક કર્મચારી તરીકે ફાઈનાન્સમાં કારકિર્દીની શરૂઆત કરી જે લગભગ 20 વર્ષ સુધી ચાલેલી. ત્યાગરાજન મોટે ભાગે લોકોમાં રહેવાનું પસંદ કરે છે. વર્ષો સુધી તેમણે હ્યુન્ડાઈ હેચબેક ચલાવી. 

બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ તેમની પાસે મોબાઈલ ફોન નથી કારણ કે તેમને તે વિચલિત કરે છે. બિઝનેસ ટાયકૂન ત્યાગરાજને શ્રીરામ કંપનીઓમાં તેમની સંપૂર્ણ શેરહોલ્ડિંગ કર્મચારીઓના જૂથને આપી દીધી હતી અને તેમને 2006માં સ્થાપિત શ્રીરામ ઓનરશિપ ટ્રસ્ટમાં સ્થાનાંતરિત કર્યા હતા. કાયમી ટ્રસ્ટમાં 44 ગ્રુપ ઓફિસર લાભાર્થીઓ છે. જ્યારે અધિકારીઓ નિવૃત્ત થાય છે ત્યારે તેમને લાખો ડોલર મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

R. Thyagarajan News Shriram Group આર ત્યાગરાજન શ્રીરામ ગ્રુપ આર.ત્યાગરાજન શ્રીરામ ગ્રુપ R. Thyagarajan News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ