બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાર્ટને હેલ્ધી રાખવું છે? તો તમારા શરીરમાં આ રીતે વધારો ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ, થશે ફાયદો
Last Updated: 08:35 PM, 23 May 2024
કોલેસ્ટ્રોલનું નામ આવતા જ દરેકને ખરાબ કોલેસ્ટ્રોલ વિશે ચિંતા થવા લાગે છે. જે શરીર માટે તેમજ ખાસ કરીને હૃદયના સ્વાસ્થ્ય માટે બિલકુલ હિતાવહ નથી. પરંતુ ખરાબ કોલેસ્ટ્રોલની સાથે સાથે શરીરમાં સારા કોલેસ્ટ્રોલ પણ હોય છે. જેને હાઇડેન્સિટી લિપોપ્રોટીન કહેવામાં આવે છે. શરીરને સારા કોલેસ્ટ્રોલની જરૂર હોય છે. પરંતુ જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે HDLનું પ્રમાણ ઘટે છે. જેથી શરીરમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધારવા માટે સારા ખોરાક ખાવાનું શરૂ કરવું જોઈએ. જે સ્વાસ્થ્ય માટે સારું હોય છે અને સારા કોલેસ્ટ્રોલનો વધારો પણ કરી શકાય.
ADVERTISEMENT
સારો કોલેસ્ટ્રોલ શું છે?
ADVERTISEMENT
હાઈડેન્સિટી કોલેસ્ટ્રોલ સાફ સફાઇ જેવું કામ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ અને પ્લાકને દૂર કરવાનું કામ કરે છે. ધમનીઓ અને બ્લડ વેસલ્સમાં જમા થઇ રહેલા પ્લાકને હટાવવાના કારણે હાર્ટની સમસ્યા, હાર્ટ એટેક અને સ્ટ્રોકના ખતરાને ઓછો કરવામાં સારો કોલેસ્ટ્રોલ મદદ કરે છે.
તમામ પ્રકારનું અનાજ
આહારમાં બધા જ અનાજનો સમાવેશ કરવાથી સારા કોલેસ્ટ્રોલને વધારવામાં વધારે મદદ મળી રહે છે.
મોનોઅનસેચ્યુરેટેડ ચરબી
મોનોસેચ્યુરેટેડ ચરબી એ તંદુરસ્ત ચરબી છે અને HDL વધારવામાં પણ તે મદદ કરે છે. ત્યારે અન્ય હાનિકારક ખોરાકના બદલે આવા ખોરાકનો સમાવેશ કરો. જેમ કે, ઓલિવ તેલ, મગફળીનું તેલ, એવાકાડો, બદામ, હેઝલનટ્સ, પીનટ બટર, કોળાના બીજ અને તલના બીજ.
દ્રાવ્ય ફાઇબર સારા કોલેસ્ટ્રોલને વધારશે
ઓટ્સ, ફળો, શાકભાજી અને કઠોળમાં હાજર દ્રાવ્ય ફાયબર સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. દ્રાવ્ય ફાઇબર ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.
ઓમેગા 3 ફેટી એસિડ
ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર ડાયટ કે જેમાં અખરોટ અને અળસીનો સમાવેશ થાય છે. તેને ખાવાથી શરીરને ઓમેગા 3 મળે છે. જે એચડીએલનું સ્તર વધારે છે અને કાર્ડિયોવેસ્ક્યુલરના ખતરાને ઓછો કરે છે.
કેલ્શિયમ
કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ કે જે કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે કારણ કે તેમાં એચડીએલની માત્રા વધારે હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.