બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:21 PM, 25 May 2024
આજે લોકસભા ચૂંટણીનું છ્ઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. દરમ્યાન ચૂંટણી પંચ દ્વારા ગઇકાલે પહેલા તબક્કાથી લઇને પાંચમા તબક્કા સુધીના મતદાનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે મતદાન ટકાવારીનો ડેટા 24 મે ( શુક્રવાર)ના રોજ જાહેર કર્યો . જે ડેટા જાહેર કરવામાં આવ્યો છે તે અનુસાર ચૂંટણીના કયા તબક્કામાં કેટલા ટકા મતદાન થયું તેના પર નજર કરીએ
ADVERTISEMENT
ફેઝ 1: 66.14%
ફેઝ 2: 66.71%
ADVERTISEMENT
ફેઝ 3: 65.68%
ફેઝ 4: 69.16%
ફેઝ 5: 62.20%
સુપ્રીમ કોર્ટે દખલગીરી કરવાનો કર્યો ઇન્કાર
ચૂંટણી પંચે આ ડેટા જાહેર કર્યાના એક દિવસ પહેલા એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે લોકસભા ચૂંટણી દરમિયાન મતદાન મથકનો ડેટા ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચને કોઈ નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે કોર્ટ ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરશે નહીં.ચૂંટણી પંચે એનજીઓની માંગનો વિરોધ કર્યો હતો અને એવી દલીલ કરી હતી કે તે ચૂંટણીના વાતાવરણને દૂષિત કરશે અને સામાન્ય ચૂંટણીઓ વચ્ચે ચૂંટણી તંત્રમાં અરાજકતા પેદા કરશે.
આ પણ વાંચોઃ 'પીએમની ખુરશી સાથે ઇન્ડિયા ગઠબંધન...', પાટલીપુત્રથી PM મોદીએ વિપક્ષને લીધું આડે હાથ
ચૂંટણી પંચે ફોર્મ 17સી રજૂ કર્યું છે
ચૂંટણી લડતા ઉમેદવારોના એજન્ટો પાસે ફોર્મ 17 સી હોય છે, જે 543 સંસદીય મતવિસ્તારોમાં લગભગ 10.5 લાખ મતદાન મથકોમાંથી દરેક પર પડેલા કુલ મતની સંખ્યા રેકોર્ડ કરે છે. ચૂંટણી પંચે કહ્યું કે ફોર્મ 17સીમાં નોંધાયેલા કુલ મતોની સંખ્યામાં ફેરફાર કરી શકાતો નથી કારણ કે તે તમામ ચૂંટણી લડતા ઉમેદવારો માટે ઉપલબ્ધ છે.
એજન્ટોને અનુમતિ
ઇસીઆઇએ કહ્યું કે કંડક્ટ ઓફ ઇલેકશન રૂલ 1961ના નિયમ 49 વી અનુસાર ઉમેદવારોના એજન્ટોને હમેંશા મતદાન કેન્દ્રથી લઇને સ્ટ્રોંગ રૂમ સુધી ઇવીએમ અને ફોર્મ 17 સહિત જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે જવાની અનુમતિ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.