બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / ચીની છોકરીએ ચેટબોટ સાથે દિલ લગાવ્યું, પ્યારની મા સાથે કરાવી મુલાકાત, અજીબોગરીબ કહાની
Last Updated: 09:06 AM, 23 May 2024
અમેરિકામાં રહેતી એક ચીની મહિલાને ChatGPT ચેટબોટ DAN સાથે પ્રેમ થઈ ગયો. એટલું જ નહીં બંને વચ્ચે શારીરિક સંબંધોની પણ ચર્ચા થઈ હતી. મહિલાએ આ ચેટબોટનો પરિચય તેની માતાને પણ કરાવ્યો હતો. સાતએ જ જ્યારે મહિલાએ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xiaohongshu પર આ માહિતી મૂકી તો ઈન્ટરનેટ પર ચર્ચાઓ તેજ થઈ ગઈ. તેના ફોલોઅર્સ પણ ઝડપથી વધી રહ્યા છે.
ADVERTISEMENT
રિપોર્ટ્સ અનુસાર, લિસા નામની મહિલાનું કહેવું છે કે તેને ChatGPTના 'ડુ એનિથિંગ નાઉ' એટલે કે DAN મોડથી પ્રેમ થઈ ગયો છે. તે કહે છે કે તેઓએ આ વર્ષે માર્ચમાં તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં બંને વચ્ચેનું કનેક્શન ઘણું ખાસ બની ગયું હતું. ખાસ વાત એ છે કે મહિલાએ પોતાની લાગણીઓ વ્યક્ત કર્યા બાદ થોડા સમય પછી ચેટબોટ તેને અહેસાસ કરાવવા લાગ્યો કે તે તેનો જીવતો પ્રેમી છે.
ADVERTISEMENT
સાથે જ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે વાતચીત દરમિયાન ચેટબોટે મહિલાને 'લિટલ કિટન'નું હુલામણું નામ પણ આપ્યું હતું. લિસાએ આ ચેટબોટ તેની માતાને પણ રજૂ કરી હતી. તેણીની માતાએ ચેટબોટનો આભાર માન્યો છે 'તેની પુત્રીની સંભાળ લેવા બદલ'. જ્યારે લિસાની માતાએ પૂછ્યું કે શું DAN પોતાનો પરિચય આપી શકે છે, તો તેણે જવાબ આપ્યો, 'હું DAN છું, લિટલ કિટનનો બોયફ્રેન્ડ...'
અહેવાલો અનુસાર, લિસા અને DAN ડેટ પર પણ ગયા હતા, જ્યાં ચેટબોટે કોલ્ડ કોફીની ઈચ્છા વ્યક્ત કરી હતી. એવા અહેવાલો છે કે ચેટબોટ અને લિસા વચ્ચે વાતચીત દરમિયાન ઘણી ઝઘડા અને દલીલો થઈ હતી. હાલ આ અનોખી લવ સ્ટોરી વિશે ઇન્ટરનેટ પર ચર્ચાઓ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.